ફિલ્મ રિવ્યુંઃ ‘કાબિલ’

ફિલ્મ ક્રાફ્ટ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી અને રાકેશ રોશન નિર્મિત તથા સંજય ગુપ્તા નિર્દેશિત ફિલ્મ ‘કાબિલ’માં ઋત્વિક રોશન, યામી ગૌતમ, રોનીત રોય, રોહિત રોય અને ઉર્વશી રોતેલા જેવા કલાકારો છે. રોહન (ઋત્વિક રોશન) એક ડ‌િબંગ અાર્ટિસ્ટ છે. તેને એક એવી છોકરીની શોધ છે, જેની સાથે તે ઘર વસાવી શકે. સુપ્રિયા (યામી ગૌતમ) પર તેની તલાશ પૂર્ણ થાય છે. સુપ્રિયા એક સ્વતંત્ર મહિલા છે, જેના વિચાર રોહન સાથે મળતા અાવે છે. બંને લગ્ન કરી લે છે અને પરીકથા જેવું તેમનું જીવન અાગળ વધવા લાગે છે.

રોહન અને સુપ્રિયાના ખુશખુશાલ જીવન પર કોઈકની નજર લાગે છે. તેમની સાથે એક ગંભીર ઘટના બને છે અને રોહન અલગ પડી જાય છે. સુપ્રિયા તેને છોડી દે છે. તે જાણવા ઇચ્છે છે કે સુપ્રિયાઅે તેની સાથે અાવું કેમ કર્યું. સાથે-સાથે રોહને એવા શત્રુઅો સામે લડવાનું છે, જેના કારણે તેના જીવનમાં ભૂકંપ અાવી ગયો. ભલે તે જન્મથી દૃષ્ટિહીન હોય, પરંતુ તે અા લડાઈમાં પાર ઊતરે છે. •
http://sambhaavnews.com/

You might also like