ફિલ્મ પ્રીવ્યુ : અલિગઢ

કર્મા પિક્ચર્સ અને ઇરોઝ ઇન્ટરનેશનલ કંપનીના બેનર હેઠળ બનનારી ‘અલિગઢ’ ફિલ્મ સમલૈંગિક સંબંધો ઉપર આધારિત છે. ફિલ્મના નિર્માતા સુનીલ એ. લુલ્લા, સંદીપસિંહ અને હંસલ મહેતા છે, જ્યારે ફિલ્મના દિગ્દર્શક હંસલ મહેતા છે, જ્યારે સંગીત કરણ કુલકર્ણીએ આપ્યું છે. ફિલ્મમાં મનોજ વાજપાઇ, રાજકુમાર રાવ અને આશિષ વિદ્યાર્થી જેવા કલાકારો છે.

આ ફિલ્મ ઉત્તરપ્રદેશમાં આવેલા અલિગઢ વાસ્તવિક ઘટના ઉપર આધારિત છે.  ડો. શ્રીનિવાસ રામચંદ્ર સિરસ (મનોજ વાજપાઇ) એ  અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.એક ટીવી ચેનલ તેમનું સ્ટિંગ ઓપરેશન કરે છે, જેમાં તે એક રિક્ષાચાલક સાથે ગેરસંબંધ ધરાવતા હોય તેવું જાણવા મળે છે.

સમલૈંગિકતાના આરોપથી તેમને રીડર અને આધુનિક ભારતીય ભાષાઓના પ્રમુખપદેથી દૂર કરવામાં આવે છે. પ્રોફેસર સિરસ કોલેજ ઉપર કેસ કરે છે, જેમાં તેમણે કહ્યું કે શું હોમોસેક્સ્યુઅલ વ્યક્તિ અપરાધી હોય છે? શું સમાજ દ્વારા તેમનો તિરસ્કાર કે બહિ‌ષ્કાર યોગ્ય છે? આવા તમામ મુદ્દા ફિલ્મમાં ઉઠાવવામાં આવ્યા છે.

You might also like