ફિલ્મ રિવ્યુ : ‘અકીરા’

બોલિવૂડમાં છેલ્લા થોડા સમયથી મહિલા કેન્દ્રિત ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. ફોકસ સ્ટાર સ્ટુડિયોના બેનર હેઠળ બનેેલી અને ‘ગઝની’ તેમજ ‘હોલિડે’ જેવી ફિલ્મો બનાવનાર નિર્માતા-નિર્દેશક એ. આર. મુરુગાદોસની ‘અ‌કીરા’ આવી જ એક મહિલા કેન્દ્રિત ફિલ્મ છે. ફિલ્મમાં વિશાલ શેખરનું સંગીત છે તેમજ સોનાક્ષ‌ી સિંહા, કોંકણા સેન શર્મા, મિથુન ચક્રવર્તી, ડિરેક્ટર અનુરાગ કશ્યપ, અતુલ કુલકર્ણી જેવા કલાકારો છે.

ફિલ્મનું ટ્રેલર જોઇને અંદાજ લગાવી શકાય છે કે આ કેવા પ્રકારની ફિલ્મ છે. સોનાક્ષી સિંહાની આ ફિલ્મ સોલો ‌હીરોઇનવાળી ફિલ્મ છે. ફિલ્મમાં સોનાક્ષી ખૂબ જ કિક અને પંચ લગાવી રહી છે. આ એક એક્શન ફિલ્મ છે. સોનાક્ષીએ આ માટે અઢી મહિનાની ફાઇટિંગ ટ્રેનિંગ લીધી હતી.

‘અ‌કીરા’ (સોનાક્ષી સિંહા) મુંબઇ ભણવા માટે આવી છે. તે વિદ્રોહી સ્વભાવની છોકરી છે. ગામડામાંથી આવી હોવાના કારણે તે લોકોથી બહુ જ દૂર રહે છે. તે કોલેજિયનોની મસ્તીનું સાધન પણ બની જાય છે. અ‌કીરા આ બધુું ચૂપચાપ ચલાવી લેે છે એટલે તેનેે હેરાન કરનારા લોકોની સંખ્યા વધતી જાય છે. રેગિંગ જ્યારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે અ‌કીરા પોતાનો અસલી સ્વભાવ બતાવે છે. બ્લેક બેલ્ટ ચેમ્પિયન અ‌કીરા માત્ર માર્શલ આર્ટની રિંગમાં જ હિંમત બતાવતી નથી, પરંતુ કોલેજમાં રેગિંગ કરનારાઓને પણ સીધાદોર કરી દે છે, જ્યારે રેગિંગ કરનારા વિદ્યાર્થીઓ પાસેથી ઘરે વાત પહોંચે છે ત્યારે એક છોકરીએ એ લોકોને માર્યા ત્યારે બધાં હેબતાઇ જાય છે. વાત પોલીસ સુધી પહોંચે છે. કરપ્ટ પોલીસ ઇન્સ્પેકટર (અનુરાગ કશ્યપ) એક છોકરીને શોધી રહ્યો છે, જે ડ્રગ સપ્લાયમાં સંડોવાયેલી છે. ભૂલથી તેના માણસો અ‌કીરાને પકડી લાવે છે. અ‌કીરાને ઉપાડી જવાની ભૂલ બધાંને ભારે પડી જાય છે. મૂળ મિશન એક બાજુુ રહી જાય છે અને હવે અ‌કીરાથી પીછો છોડાવવાનંુ કામ શરૂ થાય છે. અ‌કીરા પર પોલીસ થર્ડ ડિગ્રી શરૂ કરે છે. અ‌કીરા તેનો જવાબ આપવાની દિશામાં આગળ વધે છે. •

You might also like