શરૂ થયું ‘ગોલમાલ અગેન’નું શૂટિંગ

નવી દિલ્હી: ગોલમાલ સીરિઝની આવનારી ફિલ્મ ‘ગોલમાલ અગેન’નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. આ ગોલમાલ સીરિઝની ચોથી ફિલ્મ છે. પોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં અજય દેવગણ, પરણિતી ચોપડા, તબ્બૂ, અરશદ વારસી, તુષાર કપૂર. કૃણાલ ખેમૂર, શ્રેયસ તલપડે, નીલ નિતીન મુકેશ, સંજય મિશ્રા અને જોની લીવર જેવા જાણીતા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે.

તમને જણાવી દઇએ કે ‘ગોલમાલ અગેન’ ની અભિનેત્રી પરિણીતી ચોપડાએ ટ્વિટ કરીને જણાવ્યું કે ગોલમાલ 1,2,3 બાદ 4 નું શૂટિંગ આજથી શરૂ થઇ ગયું છે. આ ફિલ્મની દરેક સિરીઝ બોક્સ ઓફિસ પરર સુપર હીટ રહી છે. ચાહકો આ ફિલ્મની જોરદાર રાહ જોઇ રહ્યા છે. જોવું એ રસપ્રદ રહેશે કે ગોલમાલ અગેન દર્શકોની અપેક્ષા પર ઊતરી શકશે કે નહીં.

http://sambhaavnews.com/

You might also like