ફિલ્મી બેકગ્રાઉન્ડનો કોઈ ફાયદો ન થયોઃ કિયારા

બોલિવૂડમાં ફિલ્મ ‘ફગલી’થી ડેબ્યૂ કરનારી અભિનેત્રી કિયારા અડવાણીના પગ આજકાલ જમીન પર પડતા નથી. ‘ફગલી’ ફિલ્મ વધુ ન ચાલી. બીજી ફિલ્મ માટે તેને થોડી વધુ રાહ જોવી પડી હતી, પરંતુ ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના જીવન પર બનેલી ફિલ્મમાં તેને કામ કરવાનો મોકો મળ્યો. આ સુપરહિટ બાયોપિક ફિલ્મે કિયારાને એ ઊંચાઇ આપી, જેની તેને રાહ હતી. ‘ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ સુપરહિટ રહી. કિયારા કહે છે કે હું આ સફળતાને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. બે વર્ષ સુધી મારે તે માટે રાહ જોવી પડી, પરંતુ આજે એવી હાલત છે કે મારી પાસે ઘણી ફિલ્મોની ઓફર છે.

બે ફિલ્મો વચ્ચે બે વર્ષના ગેપનું કારણ જણાવતાં કિયારા કહે છે કે મને એવી કોઇ ફિલ્મ અને પાત્ર મળી રહ્યાં ન હતાં, જે મને પસંદ પડે. હું હંમેશાં સારી ફિલ્મોનો ભાગ બનવા ઇચ્છતી હતી. હું કોઇ એવી ફિલ્મ સાઇન કરવા ઇચ્છતી ન હતી, જેમાં કામ કરીને મારે પાછળથી પસ્તાવું પડે. મારી ધીરજનું મને સારું પરિણામ મળ્યું. ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતી હોવાના કારણે તેના માટે એક્ટિંગ કરવી થોડી સરળ રહી, પરંતુ તેની કરિયરમાં તેને આ બેકગ્રાઉન્ડનો કોઇ ફાયદો મળ્યો નથી.

કિયારા કહે છે કે મારી કરિયર બનાવવા માટે મારા પરિવારનો સહારો લીધો નથી, કેમ કે હું મારા દમ પર આગળ વધવા ઇચ્છતી હતી. એવું નથી કે કોઇ પણ વ્યક્તિની બે ફિલ્મ વચ્ચે બે વર્ષનો ગેપ હોતો નથી. ફિલ્મોમાં આવતાં પહેલાં મેં અનુપમ ખેર અને રોશન તનેજાની એક્ટિંગ સ્કૂલમાંથી અભિનયનું શિક્ષણ મેળવ્યું છે.

home

You might also like