કરોડોપતિ પટેલો ભીખારીની જેમ અનામત માંગે તે સારૂ નથી : ઓમપુરી

અમદાવાદ : પોતાની ફિલ્મનાં પ્રમોશન માટે ઓમપુરી અમદાવાદ ખાતે આવ્યા હતા. અનામત અંગે ઓમપૂરીએ કહ્યું કે મને તે વાતનો અફસોસ છેકે ગુજરાતમાં પટેલોએ અનામત આંદોલન કર્યું તેનું દુખ થયું. પટેલો પાસે અઢળક પૈસા છે અમેરિકામાંપોતાની મોટેલો હોવા છતા પણ તેઓ અનામત માંગી રહ્યા છે. અનામત ભીખારીઓ માંગે. ક્યારેક પંજાબમાં સરદારને અનામત માંગતો જોયો ? શું ત્યાં ગરીબો નહી હોય ? પણ તેઓ ક્યારે ભીખ નહી માંગે, એ ખુમારી છે. હું અનામતનો વિરોધી છું.

એક ગરીબ બ્રાહ્મણનો દિકરો મહેનત કરીને 90 ટકા લાવે અને એક એસ.સીનો છોકરો 45 ટકા લાવીને સીટ મેળવે તે કેવું ? કેમ કે તે દબાયેલા છે એટલે… જો તેને તમારે મદદ કરવી હોય તો તેને સારૂ ફ્રી એજ્યુકેશન, કપડા, ટ્યુશન આપો પણ અનામતની પ્રથા ક્યારે નહી. પોતાનાં જીવન અંગે વાત કરતા પુરીએ જણાવ્યું કે મારી શરૂઆત એનએસડી જેવી સંસ્થામાંથી થઇ છે. જ્યાં મનોરંજ જીવનનો એક ભાગ માનવામાં આવે છે. પણ તેને જીવનનું માધ્યમ બનાવવું એ નિરક્ષરતાની નિશાની છે.

હું સ્વિકારૂ છું કે દરેક વ્યક્તિ લાગણીશીલ હોય છે ફિલ્મ જોઇને તેમની આંખોમાંથી આંસુ આવશે. ભવની ભવાઇ વખતે મને ગુજરાતી નહોતી આવડતી, મે એક સીનમાં આઠ ટેક લીધા હતા. ફિલ્મનાં દિના પાઠક મારી પત્નીનાં રોલમાંહ તી. 1950થી માંડીને 80-90 સુધી આર્ટ ફિલ્મો અને અત્યંત સ્પર્શી જાય તેવી ઘણી ફિલ્મો બની. આજે પણ આવી ફિલ્મો બને છે પણ તે ચાલી શકતી નથી. સટાયર વિષય સાથે ગંભીર મુદ્દો રજૂ થવાથી ગંભરતા મજાક બની જાય છે.

You might also like