‘લાંચ’ના નિવેદન પર કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો, ચુંટણી પંચનો FIRનો આદેશ

નવી દિલ્લી: ચુંટણી પંચે ચુંટણી આચાર સંહિતાના ઉલ્લંઘન મામલામાં દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પ્રાટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એફઆઈઆરનો આદેશ કર્યો છે. કેજરીવાલે 8 જાન્યુઆરીએ ગોવામાં એક ચુંટણી સભા દરમિયાન મતદારોને બીજી પાર્ટીઓ પાસેથી પૈસા લેવા અને આમ આદમી પાર્ટીને વોટ આપવા અપીલ કરી હતી. આ નિવેદન માટે ચુંટણી પંચે કેજરીવાલને ચેતવણી આપી હતી જેના પર આપના નેતાએ પંચનો નિર્ણય ગેરકાનૂની ગણાવી કોર્ટમાં જવાની વાત કરી હતી.

8 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલે ગોવાના બેનોલિમ વિધાનસભાના ક્ષેત્રમાં એક ચુંટણીની રેલી દરમિયાન લોકોને આ અપીલ કરી હતી કે કોંગ્રેસ અને બીજેપી પાસેથી પૈસા લે પરંતુ વોટ તો આમ આદમીને જ આપો. તેમણે રેલીમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર પૈસા આપે તો મના ન કરશો. તેને લઈ લો કેમ કે એ તમારા જ પૈસા છે. પરંતુ વોટ આપવાની વાત આવે તો આપ ઉમેદવારને જ વોટ આપવો જોઈએ.

You might also like