સળંગ સાતમા મહિને વિદેશી રોકાણકારોની ખરીદી જોવાઈ

અમદાવાદ: શેરબજારમાં હાલ ભલે રેન્જબાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી રહી હોય, પરંતુ ઓગસ્ટ મહિનામાં વિદેશી રોકાણકારોની સ્થાનિક ઇક્વિટી બજારમાં રૂ. ૭૬૦૦ કરોડથી વધુની ખરીદી નોંધાતી જોવા મળી છે. વર્ષ ૨૦૧૬માં માર્ચ બાદ સળંગ સાતમો મહિનો છે કે જેમાં વિદેશી રોકાણકારોની સ્થાનિક શેરબજારમાં સકારાત્મક ખરીદી નોંધાઇ છે.

નોંધનીય છે કે આ અગાઉ જુલાઇ મહિનામાં વિદેશી રોકાણકારો દ્વારા રૂ. ૧૧,૧૩૦ કરોડની ખરીદી નોંધાતી જોવા મળી હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સંસદના ચોમાસું સત્રમાં જીએસટી પસાર થવાના કારણે એફઆઇઆઇનું સેન્ટિમેન્ટ સકારાત્મક બન્યું હતું. એટલું જ નહીં સારું ચોમાસું તથા આગામી દિવસોમાં ફુગાવાના દરમાં પણ ઘટાડો જોવાઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ આરબીઆઇના નવા ગવર્નર ઉર્જિત પટેલ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરાઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ એફઆઇઆઇની ખરીદીની ચાલ નોંધાતી જોવા મળી છે.

વિદેશી રોકાણકારોની માર્ચ બાદ જોવાયેલી ખરીદી
મહિનો                         ખરીદી
માર્ચ-૨૦૧૬                 ૨૩,૬૨૦
એપ્રિલ-૨૦૧૬             ૩,૬૫૪
મે-૨૦૧૬                     ૨,૫૭૮
જૂન-૨૦૧૬                  ૫,૧૭૪
જુલાઈ-૨૦૧૬              ૧૧,૧૩૦
ઓગસ્ટ-૨૦૧૬             ૭,૬૧૨
(આંકડા કરોડમાં)

You might also like