સળંગ પાંચમાં મહિને એફઆઈઆઈ પોઝિટિવ

અમદાવાદ: જુલાઇમાં સળંગ પાંચમા મહિનામાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ સ્થાનિક ઇક્વિટી બજારમાં રોકાણ વધાર્યું છે. તેઓના ચોખ્ખા વેચાણ કરતાં ખરીદી ઊંચી જોવા મળી રહી છે. જુલાઇ મહિનામાં પણ પાછલા એક સપ્તાહથી ધીમી પણ મજબૂત ગતિએ રોકાણ વધારી રહ્યા છે. જુલાઇ મહિનામાં રૂ. ૪૩૦૦ કરોડથી વધુનું રોકાણ સ્થાનિક ઇક્વિટી બજારમાં કર્યું છે. નોંધનીય છે કે આ અગાઉ વિદેશી રોકાણકારોની માર્ચ મહિનાથી સતત પોઝિટિવ ખરીદી સ્થાનિક ઇક્વિટી બજારમાં જોવા મળી રહી છે.

દુનિયાના ઊભરતા દેશોની સરખામણીએ ભારતની આર્થિક સ્થિતિ વધુ સારી છે તથા રિટર્ન પણ મળી રહેવાની શક્યતાઓ પાછળ એફઆઇઆઇ સ્થાનિક ઇક્વિટી બજારમાં રોકાણ વધારી રહ્યા છે.

સારું ચોમાસું, જીએસટી બિલ પસાર થવાનો આશાવાદ, સાતમું પગારપંચ તથા સરકારી ખર્ચ વધવાના કારણે શેરબજાર ઉપર તેની સકારાત્મક અસર જોવાઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ સ્થાનિક રોકાણકારો સહિત વિદેશી રોકાણકારો દ્વારા પણ શેરબજારમાં રોકાણ વધારાયું છે.

જુલાઇ-૨૦૧૬      ૪,૩૯૧.૦૦
જૂન-૨૦૧૬          ૫,૧૭૪.૮૦
મે-૨૦૧૬             ૨,૫૭૮.૬૪
એપ્રિલ-૨૦૧૬     ૩,૬૫૪.૫૦
માર્ચ-૨૦૧૬         ૨૩,૬૨૦.૬૩
(આંકડા કરોડમાં)

You might also like