FIIને મેટમાં રાહતની અસર શેરબજારમાં જોવાશે?

અમદાવાદઃ કેન્દ્ર સરકારે વિદેશી સંસ્થાગત રોકાણકારોને મિનિમમ અોલ્ટરનેટ ટેક્સ-મેટ અંતર્ગત મોટી રાહત આપી છે. આ રાહત અંતર્ગત ભારતમાં જે એફઆઇઆઇની પરમેનન્ટ ઓફિસ નથી તેવી કંપનીઓને ટેક્સના દાયરામાં બહાર રાખવામાં આવી છે, જેઓએ ડબલ ટેક્સેશન એ‌વોયડેન્સ એગ્રીમેન્ટ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે, ટેક્સમાં આવી કંપનીઓને એપ્રિલ ૨૦૦૧ સુધી છૂટ મળશે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આના કારણે બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાય સમયથી મેટના વિવાદને લઇને એફઆઇઆઇમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી. નિષ્ણાતોના કહેવા પ્રમાણે સરકારના નિર્ણયથી બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવાઇ શકે છે તથા ઇક્વિટી બજારમાં વધુ રોકાણ આવી શકે છે.ઓક્ટોબર મહિનામાં એફઆઈઆઈનું રોકાણઓક્ટોબર-૨૦૧૪              ૮૯૨.૩૫
ઓક્ટોબર-૨૦૧૩          ૧૮,૦૧૨.૮૦
ઓક્ટોબર-૨૦૧૨          ૧૦,૨૭૨.૯૦
ઓક્ટોબર-૨૦૧૧            ૨,૪૬૮.૮૦
ઓક્ટોબર-૨૦૧૦         ૨૪,૭૭૦.૮૦
                         (આંકડા કરોડમાં)
You might also like