ફિગર જણાવે છે તમે કેટલા એટ્રેક્ટિવ છો!

નવી દિલ્હી: એ વાત માનવામાં આવે છે કે મહિલાઓની ફીગર જ પુરુષોને આકર્ષિત કરે છે પરંતુ આ વાત રીસર્ચથી સાબિત થઇ ગઇ છે. એક નવું સંશોધન જણાવે છે કે તમે પુરુષોને કેટવા આકર્ષિત કરો છો. આ રીસર્ચમાં મહિલાઓની લંબાઇ અને એમની કમરની અનુપાતનના આધાર પર આ વાત કહેવામાં આવી છે.

પહેલાના સંશોધન પ્રમાણે જો તમારી વેસ્ટ અને હિપ્સનું અનુપાત જો 0.60 અને 0.70ની આસપાસ છે તો ખૂબ જ આકર્ષિત મહિલા છે. સાથે એ લોકોને સારા સ્વાસ્થ્ય વાળી પણ માનવામાં આવે છે. પરંતુ એક જર્નલમાં આ વિચારને આખો બદલી નાંખવામાં આવ્યો છે. સંશોધનકર્તાનું કહેવું છે કે કમર અને લંબાઇ જ કોઇ પણ મહિલામાં નિર્ધારીત કરે છે કે તે શારરીરિક રૂપથી કેટલી આકર્ષિત છે.

આ રીસર્ચ માટે ત્રણ અલગ જ સેમ્પલ લેવામાં આવ્યા. પહેલામાં 106 કોલેજની છોકરીઓ, બીજામાં 673 પ્લેબોય મેગેઝીનની મહિલાઓને અને 490 કોમિક્સ, વીડિયોગેમ અને કાર્ટૂન જેવા પાત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહિલાઓની લંબાઇ અને એમની કમરનું અનુપાત જ તેમણે આકર્ષક બનાવે છે અને આ કાલ્પનિક મહિલા પાત્રો જેવી કમર હોવી અશક્ય છે. પરંતુ એમના મધ્યમ આકારના નિતંબના કારણે એમનું અનુપાત ખઊબ ઓછું થઇ જાય છે.

આ સંશોધનમાં સમાવેશ કરવામાં આવેલી કાલ્પનિક મહિલા ચરિત્ર જેસિકા રેબિટની કમર 10 ઇંચની છે જ્યારે વેસ્ટ હિપ્સ રેશ્યો 0.39 છે જે કોઇ સામાન્ય યુવતીના સરેરાશ 0.74 રેશ્યોથી ખૂબ ઓછું છે. આ સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વિશેષતાઓ વાળી મહિલાઓ સારા સ્વાસ્થ્ય વાળી માનવામાં આવે છે અને એમની જનન ક્ષમતા પણ સારી હોય છે જે તેમને વધારે આકર્ષક બનાવે છે.

You might also like