રશિયાની સીમા પર અમેરિકન ફાઇટરના ઉડ્યનથી તણાવ

મોસ્કો : રશિયન સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે, તેનાં એક ફાઇટર જેટે તેની વાયુસીમા નજીક ઉડી રહેલા અમેરિકન બોમ્બર વિમાનની ભાળ મેળવી હતી. ડિફેન્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે બાલ્ટિક સાગરમાં રશિયન સીમા નજીક રડાર પર એક એરક્રાફ્ટ ઉડતુ જોવા મળ્યું હતું, ત્યાર બાદ SU-27 ફાઇટરજેટને મોકલવામાં આવ્યા. મંત્રાલયે કહ્યું કે રશિયન જેટે એરક્રાફ્ટની ઓળખ અમેરિકાનાં સ્ટ્રેટેજીક બોમ્બર B-52 તરીકે કરી હતી.

રશિયન જેટે આ બોમ્બરે તેનો ત્યા સુધી પીછો કર્યો હતો જ્યાં સુધી તે રશિયાની સીમાથી દુર ન જતુ રહ્યું. જો કે સંરક્ષણ મંત્રાલયે જ્યાં પ્લેન ઉડી રહ્યું હતું તે લોકેશન અંગે કોઇ સ્પષ્ટતા કરી નહોતી. અગાઉ પણ રશિયન એરસ્પેસમાં આ પ્રકારની ઘટનાઓ બની ચુકી છે. સપ્ટેમ્બરમાં એક રશિયન ફાઇટરજેટે અમેરિકન નેવીનાં સર્વિલાન્સ એરક્રાફ્ટની માત્ર 3 મીટર નજીકથી ઉડ્યન કરી હતી. જેને અમેરિકન અધિકારીઓએ અસુરક્ષીત અધિકારીઓએ બ્લેક સી પર અસુરક્ષીત ઇન્ટરસેપ્ટ ગણાવ્યું હતું.

આ સમગ્ર મુદ્દે અમેરિકી સેનાની યૂરોપિયન કમાન્ડનાં પ્રવક્તા ઓજ અલોન્સોએ કહ્યું કે તેઓ આ રિપોર્ટની પૃષ્ટી કરી શકે નહી. જો કે મિલિટરીને આ અંગે માહિતી છે અને આ સમગ્ર મુદ્દા પર નજર રાખી રહી છે.

You might also like