સંગીત સોમના વિવાદિત વેણ, યૂપીમાં ભાજપને હરાવવું પાકિસ્તાન બનાવવા જેવું

લખનઉ: પાકિસ્તાનને લઇને નેતાઓમાં રમૂજનો માહોલ છે. મેરઠની એક રેલીમાં ભાજપના ધારાસભ્ય સંગીત સોમે કહ્યું કે યૂપીની આગામી ચૂંટણી હિન્દુસ્તાન અને પાકિસ્તાન જેવી છે. તેમાં ભાજપને હરાવવું અહીં પાકિસ્તાન બનાવવા બરાબર છે. બિન-ભાજપાઇ પક્ષોમાં આ નિવેદનની આકરી પ્રતિક્રિયા થઇ અને ભાજપનું કહેવું છે કે તે આ નિવેદનની સમીક્ષા કરી રહી છે.

કદાચ સંગીત સોમને એમ લાગે છે કે યૂપી વિધાનસભા ચૂંટણીમાં જો ભાજપ જીતશે તો હિન્દુસ્તાન જીતશે. પરંતુ જો ગેરભાજપી પક્ષ જીતશે તો આ જીત પાકિસ્તાનની હશે.

સંગીત સોમે કહ્યું કે અહીં લડાઇ હિન્દુસ્તાન અને પાકિસ્તાનની છે, તે ધ્યાન રાખો. એક તરફ પાકિસ્તાન છે, બીજી તરફ હિન્દુસ્તાન છે. તમારે શું કરવું છે તે વિચારી લો.

સંગીત સોમ મેરઠની સરઘાના સીટ પરથી એમએલએ છે. મુજફ્ફરનગર રમખાણોમાં પણ તેમનું નામ આવ્યું છે. તે માને છે કે જો તે હારી ગયા અને તેમની જગ્યાએ બીએસપીના ઇમરાન યકૂબ જીતી ગયા તો પાકિસ્તાન બની જશે.

સંગીત સોમે કહ્યું કે ભાજપ એકતરફ છે, જો કોઇ થોડું ચૂંટણીમાં રહેશે તો તે બસપા રહેશે, આ સચ્ચાઇ છે કે નથી? સપાવાળા કહી રહ્યાં છે કે અમે તો હારી ગયા, અમારે તો ધારાસભ્યને હરાવવા છે. ધારાસભ્યનેને હરાવીને શું પાકિસ્તાન બનાવવું છે, મને કહી દો. સંગીત સોમના આ નિવેદનને લઇને બિન ભાજપાઇ પક્ષોએ આકરી પ્રતિક્રિયા આપી છે.

યૂપી સરકારમાં રાજ્યમંત્રી નાવેદ સિદ્દીકીએ કહ્યું કે જે પ્રકારે તે વાત કરી રહ્યાં છે દેશ વહેંચવાની વાત કરી રહ્યાં છે. તે ક્યાંકથી ને ક્યાંકથી આ મુદ્દો (ભારત-પાકિસ્તાનનો) લઇને આવી રહ્યાં છે. પાકિસ્તાન કોને કહી રહ્યાં છે આ દેશમાં. તે પાકિસ્તાન એક કોમને કહી રહ્યાં છે.

યૂપી ભાજપના અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે ભાજપ નથી કહી રહી અને ના તો અમે આ વાતને સમર્થન કરીએ છીએ. પરંતુ આ નિવેદનની સમીક્ષા કરીશું. ત્યારબાદ જ કોઇ નિર્ણય લેશે.

You might also like