મુસ્લિમ યુવાનના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં Computer હોય: PM મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ વિજ્ઞાન ભવનમાં ઇસ્લામિક હેરિટેજ કોન્ફરન્સમાં આતંકવાદ પર નિશાન તાક્યું હતું. પીએમ મોદીએ જોર્ડનના કિંગની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે આતંકવાદ વિરુધ્ધની લડાઇ કોઇ પંથની સામે હોવાનું સમજતા લોકોની માનસિકતાને ખોટી ગણાવી હતી.

પીએમ મોદીએ કહ્યું ભારતની સંસ્કૃતિ બહુઆયામી છે અને તેમાં દરેક ધર્મો સાથે સમભાવના રાખવામાં આવે છે. પીએમ મોદીએ જોર્ડન કિંગને કહ્યું કે તમારું વતન અને આપણું દોસ્ત દેશ જોર્ડન એક એવી પવિત્ર ભૂમિ પર છે જ્યાંથી પેઇંગબર અને સંતનો અવાજ પૂરી દુનિયાભરમાં ગૂંજી ઉઠયો છે.

તમે પોતે વિદ્ધાન છો અને ભારતથી સારી રીતે જાણકાર છે. તમે એ જાણો છો કે દુનિયાના દરેક ધર્મના લોકો ભારતમાં જોવા મળે છે. અહીંની આબોહવામાં ભગવાન બુદ્ધ હોય અથવા મહાત્મા ગાંધી હોય તેઓએ ભારતમાં શાંતિપ્રિય જીંદગી જીવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ અને ઉગ્રવાદને કડક શબ્દોમાં વખોડી નાંખ્યા હતા. ઇન્સાનિયત વિરુધ્ધ હુમલો કરનાર એ નથી સમજતા કે તેઓના ધર્મને નુકસાન પહોંચે છે. આતંકવાદ વિરુધ્ધની લડાઇ કોઇ પંથ વિરુધ્ધની લડાઇ નથી. આ એ માનસિકતા વિરુધ્ધ છે જેમાં આપણા યુવાનોને ગેરમાર્ગે દોરી જાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ સમુદાયને જ્ઞાન-વિજ્ઞાન અને શિક્ષા સાથે જોડવાની વાત કહી. પીએમ કહ્યું કે અમારું સપનું છે કે મુસ્લિમ યુવાનોના હાથમાં કુરાન અને કમ્પ્યુંટર હોય.

You might also like