દેહરાદૂન-ઝાંસી કરતા ઓછી છે ક્રોએશિયાની વસ્તી, વિશ્વ ચેમ્પિયન બનવાથી એક પગલું દૂર

ફિફા (FIFA) વર્લ્ડકપ 2018માં, ક્રોએશિયાએ બીજા સેમિફાઇનલમાં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું છે. ઇંગ્લેન્ડની ટીમને 2-1થી હરાવીને ક્રોએશિયા ફાઈનલમાં પહોમચી ગયું છે. હવે રવિવારે, ક્રોએશિયા ફાઇનલમાં ફ્રાન્સનો સામનો કરશે, જેણે સેમીફાઈનલમાં બેલ્જિયમને 1-0થી હરાવ્યું હતી.

ક્રોએશિયાના વિજય પર ચાહકો ખુબ ખુશ થયા છે. માત્ર આ દેશના લોકો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને આશ્ચર્ય થયો છે કે ક્રોએશિયા માત્ર ચાર મિલિયનની વસ્તી સાથે આ ક્ષેત્રમાં આટલી મોટી સિદ્ધી હાંસલ કરી લીધી છે. ક્રોએશિયાની વસ્તી લગભગ 40 મિલિયન લોકોની છે. આ દેશની વસ્તી વિશ્વની બીજા સૌથી વધુ વસતી ધરાવતો દેશના એક નાનો શહેર કરતા પણ ઓછી છે.

ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં સ્તિત ઝાંસી, કર્ણાટકનું મેંગલોર અને રાજસ્થાનના ઉદયપુરની આશરે 41 લાખની વસ્તી છે.

જયારે મધ્યપ્રદેશનું ઉજ્જેન, જમ્મુ અને કાશ્મીરનું જમ્મુ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આવેલા સહારનપુરની વસ્તી લગભગ 46 લાખ જેટલી છે.

બીજી બાજુ, પશ્ચિમ બંગાળમાં સિલીગુડી, રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના કોલ્હાપુરની 50 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરો ગણવામાં આવે છે.

ઉત્તરાખંડના દહેરાદૂન, ઓડિશાના કટક અને રાજસ્થાનના બિકાનેરમાં આશરે 52 લાખ કરતા વધુ લોકો વસે છે.

આ કિસ્સામાં, ઝારખંડનું જમશેદપુર, ઉત્તર પ્રદેશનું ગોરખપુર, છત્તીસગઢનું ભિલાઇ અને રાયપુર ક્રોએશિયા કરતા ઘણી વધુ વસ્તી ધરાવે છે. આ શહેરોની વસ્તી 70 લાખથી ઓછી છે. તમને જણાવી દઈએ કે આ આંકડાઓ વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂના અહેવાલ પર આધારિત છે.

You might also like