Fifa World Cup 2018 ની ફાઇનલમાં ફ્રાન્સનો પ્રવેશ, બેલ્જિયમને 1-0થી આપી હાર

સૈમુઅલ ઉમટીટીના 51મી મિનીટના એકમાત્ર ગોલના કારણે ફ્રાન્સે 12 વર્ષ બાદ ફીફા વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફ્રાન્સે સેન્ટ પીટર્સબર્ગ સ્ટેડિયમ પર મંગળવારે ફીફા વર્લ્ડકપ 2018ની પહેલી સેમિફાઇનલમાં બેલ્જિયમને 1-0થી પરાજ્ય આપ્યો છે.

આ સાથે ફ્રાન્સનો વિશ્વકપના ઇતિહાસમાં બેલ્જિયમ વિરુધ્ધ રેકોર્ડ સારો થયો છે. ફ્રાન્સે બેલ્જિયમને વિશ્વકપમાં સતત ત્રીજી વખત પરાજય આપ્યો છે. ફ્રાન્સનો ફાઇનલમાં મુકાબલો ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે રમાનારી આજની બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સાથે થશે. એટલું જ નહીં ફ્રાન્સની ટીમ ફીફા વર્લ્ડકપના છ એડીશનમાં ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે.

ફ્રાન્સ પાસે બીજી વખત ચેમ્પિયન બનવાની તક છે. આ અગાઉ તે પોતાની જ જમીન પર 1998માં વિશ્વકપ જીત્યું હતું. ફ્રાન્સ અને બેલ્જિયમ વચ્ચે શરૂઆતથી જ રોમાંચક મેચ રહી હતી. પહેલા હાફમાં બંને ટીમોએ ગોલ કરવાની ઘણી તક બનાવી પરંતુ કોઇને સફળતા મળી નહોતી.

હાફ ટાઇમ પહેલા ફ્રાન્સની ટીમે 11 વખત ગોલપોસ્ટ પર નિશાન તાક્યું હતું. જો કે તેને સફળતા મળી નહોતી. બીજા ફાફમાં 51મી મિનિટે સેમુઅલ ઉમટીટીએ હેડર દ્વારા ગોલ કરી ફ્રાન્સને મેચમાં 1-0ની સરસાઇ અપાવી હતી. મેચના અંતમાં ફ્રાન્સે બીજો ગોલ કરવાની તક બનાવી હતી પરંતુ સફળ રહ્યું નહોતું.

divyesh

Recent Posts

રે મૂરખ મનવા, મહાભારતનું ગાન કર

પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…

5 hours ago

Ahmedabad: એક અનોખું આર્ટ એક્ઝિબિશન

અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…

6 hours ago

Public Review: ટોટલ ટાઈમપાસ ધમાલ ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…

6 hours ago

24 કલાક પાણી મળતાં મળશે, અત્યારે હજારો શહેરીજનો ટેન્કર પર નિર્ભર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…

6 hours ago

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં પાંચ દિવસ સુધી સુધારો થઈ શકશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…

6 hours ago

IOC બિલ કૌભાંડની તપાસથી મુખ્ય રોડનાં કામ ખોરવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…

7 hours ago