FiFa World Cup: ક્રોએશિયાએ રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં ફ્રાન્સ સામે મુકાબલો

મારિયો માંડજુકિક દ્વારા વધારાના સમયમાં કરવામાં આવેલા ગોલના પગલે ક્રોએશિયાએ બુધવાર રાત્રે ઇતિહાસ રચી દીધો છે. ક્રોએશિયા ફીફા વર્લ્ડકપ 2018ની બીજી સેમફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ક્રોએશિયાનો ફાઇનલમાં ફ્રાન્સ સામે મુકાબલો થશે.

ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇલનમાં ખરાબ શરૂઆત બાદ ક્રોએશિયાએ મેચમાં જોરદાર વાપસી કરી હતી. ક્રોએશિયાની ટીમ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. ફ્રાંસ-ક્રોએશિયા વચ્ચે 15મીએ ફાઇનલ જંગ ખેલાશે. ક્રોએશિયા-ઇંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઇનલમાં નક્કી કરાયેલા સમયમાં બંને ટીમ 1-1થી બરાબર પર હતી.

ત્યારબા 32 વર્ષના માંડજુકિકે વધારાના સમયમાં બીજા હાફની 109મી મિનિટે ગોલ કરી ક્રોએશિયાને વિશ્વકપમાં ઇતિહાસમાં પ્રથમ વખત ફાઇનલમાં જગ્યા અપાવી.

સેમિફાઇનની શરૂઆતમાં ઇંગ્લેના કિરૈન ટ્રિપિયરે પાંચમી મિનિટે દમદાર ફ્રી કીક દ્વારા ગોલકીપર ડેનિયલ સુબેસિકને માત આપી ઇંગ્લેન્ડને 1-0ની સરસાઇ અપાવી દીધી હતી. પરંતુ ઇવાન પેરિસિકે 68મી મિનિટે ક્રોએશિયાને બીજા હાફમાં ગોલ કરી બરાબરી પર લાવી દીધી હતી.

ક્રોએશિયાના ફાઇનલ પ્રવેશથી ઇંગ્લેન્ડની ટીમનું પાંચથી વધારે દશકા બાદ ફાઇનલમાં જગ્યા બનવવાનું સપનું રોળાઇ ગયું હતું. ઇંગ્લેન્ડ એકમાત્ર 1966માં ફાઇનલમાં પહોચ્યું હતું, પોતાના દેશમાં જ ખિતાબ જીતવામાં સફળ રહ્યું હતું. વિશ્વકપના ઇતિહાસમાં માત્ર બીજી વખત સેમિફાઇનલ રમી રહેલ ક્રોએશિયાની ટીમ આ અગાઉ ફ્રાંસમાં રમાયેલ 1998ની સેમેફાઇનલમાં પહોંચી હતી જ્યાં તેનો પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

divyesh

Recent Posts

કળશ કૌભાંડઃ પૂજા સામગ્રીના નિકાલમાં નિયમો-પવિત્રતાનો ખુલ્લેઆમ ભંગ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ ગાજતાં હોય છે. હવે સાબરમતી નદીને ચોખ્ખીચણાક રાખવાના ઉદ્દેશથી નદી પરના…

4 hours ago

ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે…

4 hours ago

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની…

4 hours ago

કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને…

4 hours ago

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

4 hours ago

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

4 hours ago