FIFA વિશ્વ કપ જીતવાની રેસમાંથી બહાર થયા મેસ્સી અને રોનાલડો

અર્જેન્ટીનાના સુપ્રસિદ્ધ ખેલાડી લાયોનલ મેસ્સી (Lionel Messi) પછી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું (Cristiano Ronaldo) ફિફા (FIFA) વિશ્વ કપને જીતવાનું સ્વપ્ન અધૂરૂ રહી ગયું. મેસ્સીએ ફ્રાન્સ સામેની હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે રોનાલ્ડોની ટીમને શનિવારે રાત્રે પોર્ટુગલે ઉરુગ્વે સામે રમાયેલી પૂર્વ-ક્વાર્ટર ફાઇનલમાં 2-1થી હાર મળી હતી.

સ્ટાર ફોરવર્ડ એડિંસન ક્વાનીએ ઉરુગ્વે માટે બે ગોલ નોંધાવ્યા હતા, જ્યારે પેપેએ વર્તમાન યુરોપીયન ચેમ્પિયન પોર્ટુગલ માટે એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. એડિંસનને મેન ઓફ ધ મેચ ઘોષિત કર્યો હતો.

પોર્ટુગલની ટીમે દસ મિનિટમાં બીજા હાફમાં ગોલ કર્યો હતો. પોર્ટુગલે 55મી મિનિટે ડિફેન્ડર રાફેલ ગેરેરોના ક્રોસ પર પેપે એક તેજસ્વી હેડર માર્યો અને તેની ટીમ માટે મેચનો પ્રથમ ગોલ કર્યો.

ઉરુગ્વેએ 62મી મિનિટમાં પોર્ટુગલના ગોલનો જવાબ આપ્યો હતો. બોક્સની ડાબી બાજુથી, રોડરીગો બેન્ટાકુર દ્વારા મળેલા પાસ પર ક્વાનીએ શ્રેષ્ઠ ગોલ નોંધાવ્યો હતો અને ઉરુગ્વેને 2-1થી આગળ ધકેલ્યા હતા.

જો આર્જેન્ટિના અને પોર્ટુગલ આ મેચ જીત્યા હોત તો તેઓ ક્વાર્ટર ફાઇનલ્સમાં એક બીજા સામે રમતા જોવા મળતા. આવું મેસ્સી અને રોનાલ્ડો માટે વિશ્વ કપના ઇતિહાસમાં સૌપ્રથમ વખત થાત. પરંતુ હવે આ બંને રેસમાંથી બહાર નિકળી ગયા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે વિશ્વના સૌથી મોટા ફૂટબોલ ખેલાડી આગામી વિશ્વ કપ ન પણ રમે.

Janki Banjara

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

6 days ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

6 days ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

6 days ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

6 days ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

6 days ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 week ago