ફિફા અંડર-૧૭ વર્લ્ડકપઃ દરરોજ ૫૦૦૦ વિદ્યાર્થીને ફ્રી પાસ મળશે

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે આવતા મહિનાથી શરૂ થઈ રહેલા ફિફા અંડર-૧૭ વર્લ્ડકપમાં સ્કૂલ અને કોલેજોને સાંકળવા માટે ખાસ તૈયારીઓ કરી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ઓક્ટોબરમાં કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમાનારી મેચો માટે સ્કૂલ અને કોલેજોમાં ભણતા ૫૦૦૦ વિદ્યાર્થીઓને મફત ટિકિટ આપવાની યોજના છે. ફાઇનલ સહિત દસમાંથી પ્રત્યેક મેચ માટે ૫૦૦૦ ફ્રી પાસ આપવામાં આવશે. ટૂર્નામેન્ટની ફાઇનલ ૨૮ ઓક્ટોબરે રમાવાની છે. જે વિદ્યાર્થી ફૂટબોલ કે અન્ય રમતની પ્રવૃત્તિમાં સામેલ છે તેને જ આ ફ્રી પાસ આપવામાં આવશે. પ્રત્યેક મેચના બે-બે હજાર પાસ સ્કૂલ અને કોલેજો માટે, જ્યારે ૫૦૦-૫૦૦ પાસ મદરેસા અને પોલિટેકનિક કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને મળશે. સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓને બેસવા માટે અલગ બોક્સ બનાવવામાં આવ્યાં છે.

You might also like