FIFA 2018: આ રીતે 2700 કરોડના ઈનામની કરાઈ વહેંચણી

વિશ્વના સૌથી પ્રખ્યાત રમત ફૂટબોલના અહમ ટૂર્નામેન્ટ, ફિફા (FIFA) વર્લ્ડ કપ 2018નો ફ્રાન્સના વિજય સાથે અંત આવ્યો હતો. દર વખતની જેમ, આ વર્ષે પણ ફિફા (FIFA)માં રમતી ટીમોને નાણાનો વરસાદ કરવામાં આવ્યો. ફિફા (FIFA) એ કુલ 400 મિલિયન (2700 કરોડ) થી વધારે રકમ ઇનામ તરીકે આપી હતી. ટીમોને તેમની કામગીરી અનુસાર વળતર આપવામાં આવ્યું હતું. જાણો કઈ ટીમને મળ્યા કેટલા કરોડ રૂપિયા –

આ વખતે, ફ્રાન્સે ફિફા (FIFA) વિશ્વ કપમાં ક્રોએશિયાને 4-2થી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમને $ 38 મિલિયન (આશરે 260 કરોડ) રૂપિયાની હકદાર બની હતી.

ક્રોએશિયાને ફાઈનલ સુધી પહોંચવા અને તેમની શાનદાર રમત માટે 28 મિલિયન ડોલર (લગભગ રૂ. 191 કરોડ) મળશે.

બેલ્જિયમની ટીમે ઈંગ્લેન્ડને હરાવીને ત્રીજુ સ્થાન મેળવ્યું હતું એટલે તેમને 24 મિલિયન ડોલર (આશરે રૂ. 164 કરોડ) નું વળતર આપવામાં આવ્યું હતું.

ફિફા (FIFA) વર્લ્ડ કપમાં ચોથા સ્થાને ઇંગ્લેન્ડને રૂ. 150 કરોડ આપવામાં આવ્યા હતા.

ક્વાર્ટર-ફાઈનલ સુધી પહોંચી ટીમોને 16 મિલિયન રૂપિયા અથવા 109 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. તેમાં ઉરુગ્વે, બ્રાઝિલ, સ્વીડન અને રશિયાનો સમાવેશ થાય છે.

અર્જન્ટીના, પોર્ટુગલ, ડેનમાર્ક, મેક્સિકો, જાપાન, સ્વિટ્ઝરલેન્ડ, કોલંબિયા અને સ્પેનને 16 રાઉન્ડ સુધી પહોંચવા માટે રૂ. 82 કરોડ આપવામાં આવ્યા હતા.

ગ્રૂપ સ્ટેજમાં રમી ટીમોને રૂ. 54 કરોડ આપવામાં આવશે. તેમાં સાઉદી અરેબિયા, મોરોક્કો, ઈરાન, ઓસ્ટ્રેલિયા, પેરુ, પનામા, ટ્યુનિશિયા, પોલેન્ડ, સેનેગલ, આઇસલેન્ડ વગેરેનો સમાવેશ થાય છે.

Janki Banjara

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago