Categories: Auto World

ફિયાટે લોન્ચ કરી પુન્ટો ઇવો અને અવેચ્યૂરાન પાવરટેક વર્જન

નવી દિલ્હી : ફિયાટે ડિઝલ એન્જિનવાળી પુંટો ઇવો અને અવેચ્યૂરાની વધારે પાવરફૂલ, પાવરટેક વર્જન લોન્ચ કરી દીધી છે. ફિયાટ પુંટોની શરૂઆતની કિંમત 6.81 લાખ અને અવેચ્યુરાની કિંમત 7.87 લાખ રૂપિયા હોઇ શકે છે. આ પહેલાની જેમ જ ત્રણ વેરિયન્ટ એક્ટિવ, ડાયનેમિક અને ઇમોશનમાં ઉપલબ્ધ રહેશે.
નવું વર્ઝન ઉતારવા વચ્ચે ફિયાટ પુંટો ઇવો ડિઝલનું 76 પી.એસવાળું વર્ઝન બંધ કરી દીધું છે. બીજી તરફ આ બંન્ને કારો 1.2 લીટર અને 1.4 લીટરનાં પેટ્રોલ મોડેલમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો.ડીઝલ વર્ઝનોનાં પાવર સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 1.3 લીટરનું મલ્ટીજેટ એન્જિન આપવામાં આવ્યું છે. તેની પાવર 93 પીએસ છે.

કારમાં બીજો કોઇ ફેરફાર નજરે ચડે તો તે છે તેનાં ફિચર્સ.અહીં 5 ઇન્ચની ટસસ્ક્રીન ઇફોટેન્મેન્ટ સિસ્ટમાં આપવામાં આવી છે. જે બ્લૂતુથ, એસડી કાર્ડ, યુએસબી, નેવિગેશન અને રિયર વ્યૂ કેમેરા જેવા ફીચર્સને સપોર્ટ કરે છે. જો કે તેનાં અંગે હજી સુધી અધિકારીક પૃષ્ટી નથી મળી કે રિયર વ્યૂ કેમેરા તમામ વેરિઅન્ટમાં હશે કે પછી કેટલાક ચોક્કસમાં જ.

કંપનીની તરફથી તમામ કારો પર ત્રણ વર્ષ અથવા એક લાખ કિલોમીટરની વોરન્ટી આપવામાં આવી રહી છે. બે સર્વિસ વચ્ચે 15000 કિલોમીટરનું અંતર રાખવામાં આવ્યું છે.

Navin Sharma

Recent Posts

દેશદ્રોહના કેસમાં જેએનયુના કનૈયાકુમાર, ઉમર સહિત નવ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ૯ ફેબ્રુઆરી, ર૦૧૬ના રોજ લગાવવામાં આવેલા દેશવિરોધી સૂત્રોચ્ચાર અને નારાબાજીના કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ…

18 hours ago

મહાનિર્વાણી-અટલ અખાડાના શાહીસ્નાન સાથે બ્રાહ્મમુહૂર્તમાં કુંભમેળાનો ભવ્ય પ્રારંભ

પ્રયાગરાજ: તીર્થરાજ પ્રયાગમાં ૪૯ દિવસ માટે ચાલનારા કુંભમેળાનો આજે સવારે બ્રાહ્મમુહૂર્તમાં ભવ્ય પ્રારંભ થયો છે. ગંગા નદીના સંગમતટ પર શ્રી…

18 hours ago

કર્ણાટક ભાજપના ધારાસભ્યોના ગુરગ્રામમાં ધામા, કોંગ્રેસ-જેડીયુના ૧૩ MLA ગાયબ

બેંગલુરુ: વિધાનસભા ચૂંટણીના લગભગ સાત મહિના બાદ કર્ણાટકમાં ફરી એક વખત સત્તાનું નાટક શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ…

18 hours ago

દુબઈના શાસકની ગુમ પુત્રીને સોંપવાના બદલામાં ભારતને મળ્યો મિશેલઃ રિપોર્ટ

લંડન: અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના આરોપી ક્રિિશ્ચયન મિશેલના પ્રત્યર્પણની અવેજીમાં ભારતે સંયુક્ત આરબ અમિરાતના શાસકને તેમની ગુમ થયેલી પુત્રી સોંપવી…

18 hours ago

ખોટા રન-વેના કારણે ઈરાનમાં સેનાનું કાર્ગો પ્લેન ક્રેશ થયુંઃ 15નાં મોત

તહેરાન: ઈરાનની રાજધાની તહેરાન પાસે સેનાનું એક કાર્ગો પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં લગભગ ૧૦ લોકો સવાર હતા.…

18 hours ago

કમુરતાં પૂરાંઃ આજથી હવે લગ્નની સિઝન પુરબહારમાં

અમદાવાદ: હિંદુ સમુદાયમાં લગ્ન સહિતનાં શુભ કાર્ય માટે વર્જિત ગણવામાં આવતાં કમુરતાં ગઇ કાલે ૧૪ જાન્યુઆરીએ હવે પૂરાં થયાં છે.…

19 hours ago