અફધાને પાકિસ્તાનને સેન્ટ્રલ એશિયા રૂટ બંધ કરનવાની આપી ચીમકી

કાબુલઃ અફઘાનિસ્તાને પાકિસ્તાનને વોર્નિંગ આપી છે કે જો પાકિસ્તાન વાઘા બોર્ડરથી ભારત સાથે ટ્રેડ કરતા રોકશે તો તેઓ પાકિસ્તાન માટે સેન્ટ્રલ એશિયલ સ્ટેટ્સ (CAS) રૂટ બંધ કરી દેશે. જો કે ગનીના આ નિવેદન પર પાકિસ્તાનના અધિકારીએ વળતો જવાબ આપ્યો છે કે આ રીતે રસ્તો બંધ કરવો શક્ય નથી. ગની 14 સપ્ટેમ્બરથી બે દિવસ માટે ભારત પ્રવાસે આવવાના છે.

મળતી માહિતી મુજબ ગનીએ ગત શુક્રવારે યુકેના પાકિસ્તાન-અફઘાનિસ્તાન માટે સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ સાથે મુલાકાત કરી હતી. પ્રેસિડેન્ટ ઓફિસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે જો પાકિસ્તાન વાઘાથી ભારતમાં સામાન લઈ જવાની છૂટ નહીં આપે તો સેન્ટ્રલ એશિયાઈ દેશોમાં પાકના ટ્રેડ પર પ્રતિબંધ લાગી જશે. ઈસ્લામાબાદમાં યોજાયેલી હાર્ટ ઓફ એશિયા સમિટમાં ભારતના વિદેશ મંત્રી સુષમાએ અફઘાનિસ્તાન-પાકિસ્તાન ટ્રેડ એન્ડ ટ્રાંઝિટ એગ્રીમેન્ટમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનના અધિકારીએ જણાવ્યું કે, ‘હાલ અફઘાનિસ્તાન સાથે અમારો જે એગ્રીમેન્ટ છે તે પ્રમાણે તેઓના ટ્રકને ભારતમાંથી સામાન લઈ જવાની છૂટ આપી શકાય નહીં’
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન, તઝિકિસ્તાન જવા માટે અફઘાનિસ્તાનને બદલે અન્ય રૂટનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે. સાથે જ પાકિસ્તાન ચાઈના-પાકિસ્તા ઈકોનોમિક કોરિડોરનો કિર્ગિસ્તાન અને તઝિકિસ્તાન સુધી વધારવાનો પ્લાન પણ બનાવી રહ્યું છે, આમ કરવાથી તે સરળતાથી સેન્ટ્રલ એશિયા સુધી પહોંચી શકે છે.

14 સપ્ટેમ્બરે અશરફ ગની બે દિવસીય ભારતીય પ્રવાસે આવનાર છે. તેઓ પીએમ મોદી સાથે ડિફેન્સ, વ્યપાર, સિક્યોરિટી જેવા મુદ્દા પર વાત કરે તેવી શક્યતા છે. અફઘાનિસ્તાન ઘાણા સમયથી ભારત પાસેથી લીથલ વેપન્સ સહિત ડિફેન્સ સપ્લાઈ વધારવાની માંગ કરી રહ્યું છે. ભારતે ગત વર્ષે અફઘાનિસ્તાનને ચાર MI-25 હેલિકોપ્ટર આપ્યા હતા.

You might also like