માર્ચમાં તહેવારોની રજામાં આ જગ્યા પર ફરવા જવાનું છે શ્રેષ્ઠ..

માર્ચ મહિનામાં જો ફરવા જવાનું વિચારી રહ્યાં હોય તો આ ખાસ જગ્યાઓ છે.

  1. વેલાસ વિલેજ, રત્નાગિરી

મહારાષ્ટ્રના પશ્ચિમ તટ પર આવેલ રત્નાગિરીનું વેલાસ ગામ ખાસકરીને મછલી પાલન માટે જાણીતું છે. મુંબઇથી લગભગ 220 કીમીનું સફર કરીને તમે અહીં સુધી પહોંચી શકો છો. આ ગામને વધુ ખુબસૂરત બનાવાનું કામ કરે છે વેલાસ બીચ.માર્ચ મહિનામાં અહીં ટર્ટલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. તેની સાથે તેની આસપાસની હરિહરેશ્વર બીચ, કેલસી બીચ, વિકટોરિયા ફોર્ટ, દિવેગર બીચ અને મુરૂડ પર પણ ફરવા જઇ શકો છો.

  1. ગોવા

માર્ચ મહિનામાં ગોવા પણ ફરવા જવા માટેનું બેસ્ટ સ્થળ છે. અહીં આ મહિનામાં શિગમો ફેસ્ટિવલને લઇને ફરવાનો આનંદ લઇ શકો છો. ગોવાની આસપાસમાં ફરવા લાયક સ્થળોમાં અગોડા ફોર્ટ, દૂધસાગર ફોલ્સ, દીવર આઇલેન્ડ, ગ્રેડ આઇલેન્ડ, માપુસા અને અંજુના માર્કેટ છે.

  1. લક્ષદ્વીપ

શાંત લક્ષદ્રીપને ખૂબસુરત બનાવાનું કામ કરે છે. માર્ચ મહિનામાં અહીનો મોસમ ઘણો સારો હોય છે. જો તમે સ્વિમિંગની સાથે બીચ પર મોજમસ્તી કરવા ઇચ્છો છો તો ભાઇબંધો સાથે અહી આવવાનો પ્લાન બનાવો. તેની આજુબાજુ આઇલેન્ડ, અગાતી આઇલેન્ડ, બંગારામ, કદમત, અમીનદીવી, અંડરેટ્ટી આઇલેન્ડ ફરવાલાયક જગ્યા છે.

  1. ઉટી

આમ તો ઉટી તમે ગમે ત્યારે ફરવા જઇ શકો છો. પરંચુ માર્ચથી જૂનની વચે આ હિલ સ્ટેશન પર ફરવા જવાનો સમય શ્રેષ્ઠ છે. ઉટીને ખાસ કરીને હનીમૂન ડેસ્ટિનેશન તરીકે જોવામાં આવે છે.  તેની આસપાસ ઉટી લેક, શૂટિંગ પોઇન્ટ, લેડી કેનિંગ સીટ, સેન્ટ સ્ટીફન ચર્ચ, નીલગિરી માઉન્ટેન રેલવે, ડોડાબેટ્ટા પીક જોઇ શકો છો.

You might also like