તહેવારોમાં જ ખાંડના ભાવમાં મજબૂત ટ્રેન્ડ

અમદાવાદ: તહેવારોની સિઝનના કારણે માગમાં આવેલો ઉછાળો તો બીજી બાજુ અપેક્ષા કરતાં ઓછા સપ્લાય વચ્ચે ખાંડના ભાવમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં ક્વિન્ટલે રૂ. ૫૦થી ૭૦નો ઉછાળો નોંધાઇ ચૂક્યો છે. હાજર બજારમાં ૪૦૦૦ની સપાટીએ ભાવ પહોંચી ગયાે છે. કાલુપુર જથ્થાબંધ બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે સ્ટોકિસ્ટોની માગ અને તહેવારોના કારણે ખાંડના ભાવમાં મજબૂતાઇ નોંધાઇ છે.

દરમિયાન વધતા જતા ભાવ વચ્ચે શુગર મિલો દ્વારા ‘શોર્ટ સપ્લાય’ના કારણે પણ ખાંડના ભાવને સપોર્ટ મળ્યો છે. આ વખતે શેરડીનો પાક અપેક્ષા કરતાં ઓછો આવવાના અંદાજ પાછળ ખાંડના ભાવમાં સુધારા તરફી ચાલ નોંધાઇ છે. રિટેલમાં એ ગ્રેડની ખાંડના ભાવ
રૂ. ૪૬થી ૪૮ની સપાટીએ પહોંચી ગયા છે, જ્યારે બી ગ્રેડની ખાંડનો ભાવ રૂ. ૪૨થી ૪૫ની સપાટીએ જોવા મળી રહ્યો છે.

You might also like