આડેધડ વાહન પાર્કિંગ રોકવા છેવટે ફે‌ન્સિંગ લગાવવી પડી

શહેરની સિવિલ હોસ્પિટલનાં કેમ્પસમાં તબીબો તેમજ દર્દીઓનાં સગાં વહાલાં દ્વારા પાર્ક કરવામાં આવતાં આડેધડ વાહન પાર્કિંગનાં કારણે અનેક મુશ્કેલીઓ સર્જાતી હોવાનાં કિસ્સાઓ બન્યા છે. જેને લઇને સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થિત વાહન પાર્ક થાય તે માટે તારની ફે‌ન્સિંગ કરવામાં આવી છે.

સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસથી લઇને ટ્રોમા સેન્ટરની સામે સિવિલ હોસ્પિટલનાં સત્તાધીશોએ તારની ફે‌ન્સિંગ લગાવી દીધી છે. જેનાં કારણે હવે તબીબો તેમજ દર્દીઓનાં સગાં વહાલાં પાર્કિંગમાં પોતાનું વાહન પાર્ક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પાર્કિંગમાંથી વાહનો ચોરાવાની પણ અનેક ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ અગાઉ આડેધડ પાર્કિંગ કરાતાં વાહનોને નુકસાન થયાની પણ ફરિયાદો તંત્ર સમક્ષ ઊઠી હતી.

You might also like