આ વર્ષે બજેટ બનાવવામાં મહિલા અધિકારીઓનું યોગદાન વધારે

નવી દિલ્હી: આ વર્ષે બડેટ બનાવવામાં મહિલા અધિકારીઓએ પહેલા કરતાં વધારે યોગદાન આપ્યું છે. બજેટ બનાવવાની પ્રક્રિયામાં એકકેન્દ્રિત વરિષ્ઠ સ્તરના અધિકારીઓમાં 41 ટકા મહિલાઓ રહી છે. આ મહિલા અધિકારી સરકારના કુલ બજેટ સંબંધિત કાર્યના 53 ટકા ભાગને જોઇ રહી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિવિધ કેન્દ્રીય મંત્રાલયો તથા વિભાગોમાં વધુ સચિવ અને સંયુક્ત સચિવ સ્તરના 34 નાણાંકીય સલાહકારોમાં 14 મહિલા અધિકારી છે. આ મહિલા અધિકારી સરકારના બજેટ સાથે સંબંધિત 52 ટકા કામકાજ સંભાળી રહી છે.

સૂત્રોએ જણાવ્યું કે મહત્વપૂર્ણ મંત્રાલયો જેવા કે સ્વાસ્થ્ય અને પરવિાર કલ્યાણ, માનવ સંસાધન વિકાસ, યુવા, કોશલ વિકાસ તથા રમતના નાણાકીય સલાહકારોએ બજેટ પહેલાની પ્રક્રિયામાં વધારે યોગદાન આપ્યું છે. આ ઉપરાંત સિવિલ એવિએશન, શહેરી વિકાસ, રસાયણ અને ખાતર, કોલસા અને ખાણ, સામાજિક ન્યાય, વિજ્ઞાન અને ઔધોગિક અનુસંધાન, ટપાલના અધિકારી બજેટ પ્રક્રિયામાં હાજર રહ્યા હતાં.

વિવિધ મંત્રાલયોમાં આ સલાહકારોનું પ્રમહત્વની જવાબદારી બજેટ પહેલાની પ્રક્રિયા છે. નાણામંત્રાલયના વિવિધ મંત્રીલયો તથા વિભાગોની સાથે બજેટ પહેલા ચર્ચા વિચારણા નવેમ્બરના અડધા મહિનાથી શરૂ થઇ ગઈ હતી.

VISIT: http://sambhaavnews.com/

You might also like