મહિલા કોન્સ્ટેબલ એન્ડ કંપનીઅે વેપારીઅોના ૩૬ લાખ ખંખેર્યા

અમદાવાદ: રૂ.પ૦૦ અને ૧,૦૦૦ના દરની બ્લેકની ચલણી નોટો બદલી અાપનાર દલાલોનો રાફડો ફાટી નીક્ળ્યો છે તેવામાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ પણ કમિશન એજન્ટ બની જતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. જૂની નોટો બદલી અાપીને રૂ.૬ લાખ કમિશન લેનાર મહિલા કોન્સ્ટેબલ અને તેના પતિ વિરુદ્ધમાં બોટાદ નજીક સાળંગપુર ખાતે આવેલ સ્વા‌િમનારાયણ ભવનમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા વેપારીઅો પાસેથી રૂ.૩૬ લાખ ખંખેર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ રકનપુર ગામમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ કંપની ચલાવતા મનીષભાઇ સોમાભાઇ પટેલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં બાપુનગરની મહિલા કોન્સ્ટેબલ, તેના પતિ, ભાઇ અને સ્વા‌િમનારાયણ સંપ્રદાયના બે પૂજારી સહિત ૬ વ્યકિતઓ વિરુદ્ધમાં રૂ.૩૬ લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે દોઢ વર્ષ પહેલાં મહિલા કોન્સ્ટેબલ માયાબહેન સુરેશભાઇ પટેલનું બાઇક વાપીથી અમદાવાદ મનીષભાઇની ટ્રાન્સપોર્ટ કંપનીમાં આવ્યું હતું તે દિવસથી બન્ને એકબીજાના પરિચયમાં આવ્યા હતા.

તા.૮ નવેમ્બરના રોજ રૂ.પ૦૦ અને ૧,૦૦૦ દરની ચલણી નોટો રદ થયાની જાહેરાત બાદ બીજા દિવસે તા.૯ નવેમ્બરના રોજ માયાબહેને મનીષભાઇને રૂ.પ૦૦ અને ૧,૦૦૦ના દરની નોટોની સામે રૂ.૧૦૦ની નોટ બદલી આપવા માટેની ફોન પર વાતચીત કરી હતી. માયાબહેનની વાત પર વિશ્વાસ મૂકીને તા.૧૧ નવેમ્બરના રોજ મનીષભાઇ તેમની કારમાં રૂ.ર૬ લાખ લઇને વૈષ્ણોદેવી સર્કલ પર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ માયાબહેન તેમની ગાડી લઇને વૈષ્ણોદેવી સર્કલ પહોંચી ગયા હતા અને ત્યારબાદ માયાબહેન અને તેમના પતિએ કારને કડી રોડ પર આવેલા પ્લેટિના પ્લાઝા પર ઊભી રાખી હતી. પ્લાઝામાં આવેલી એક ઓફિસમાં મનીષભાઇ રૂ.ર૬ લાખ લઇ ગયા હતાં, જ્યાં માયાબહેને તેમને રૂ.ર૦ લાખની રૂ.૧૦૦ના દરની ચલણી નોટો આપી હતી અને રૂ.૬ લાખ કમિશન માયાબહેને લીધું હતું. બીજા દિવસે માયાબહેને વધુ રૂપિયા બદલી અાપવા માટે મનીષભાઇને ફોન કર્યો હતો, જેમાં મનીષભાઇએ તેમના મિત્ર દીપક પટેલ (રહે. ભાડજ, જિલ્લો અમદાવાદ)ની બહેનનાં લગ્ન હોવાથી રૂ.૧૦ લાખ બદલી આપવા તથા ઓઢવમાં રહેતા ઘનશ્યામ ઠાકોરના રૂ.૧૦ લાખ બદલી આપતાં અને મનીષભાઇ પાસે રૂ.૧૬ લાખ થઇને કુલ રૂ.૩૬ લાખ બદલી આપવાની જાણ કરી હતી. માયાબહેને ર૮ ટકા કમિશન પર રૂપિયા બદલી આપવાની વાત કરી હતી.

માયાબહેનની વાત પર વિશ્વાસ રાખીને મનીષભાઇ અને ઘનશ્યામભાઇ માયાબહેનના ઘરે રૂપિયા લઇને પહોંચી ગયા હતા. જ્યાં માયાબહેન તેમના પતિ નીરવભાઇ અને ભાઇ ચંદ્રકાન્ત પટેલ ત્રણેય જણા સાળંગપુર ખાતે આવેલા સ્વા‌િમનારાયણ ભવનમાં ગયા હતા. જ્યાં માયાબહેને ઉર્વિશભાઇ દેવમુરા‌િર‌ ( રહે. સીતાનગર, સુરત) તથા અમિત ઉર્ફે લાલભાઇ આચાર્ય (રહે અં‌બિકાનગર, સુરત) સ્વામીના ભા‌િણયા તરીકે મુલાકાત કરાવી હતી. 36 લાખ રૂપિયા ઉર્વિશ અને અ‌િમતને આપ્યા હતા. ઉર્વિશ અને અ‌િમતે રૂપિયા વ્હાઇટના કરવા માટે ભગત નામના આરોપીને આપ્યા હતા રૂ.૩૬ લાખ પરત નહીં આપતાં મનીષભાઇએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ૬ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી હતી. કોન્સ્ટેબલ માયાબહેને ફરિયાદ દાખલ નહીં કરવા વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી પણ અાપી હતી. સાંતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.એન. દવેના જણાવ્યા અનુસાર પોલીસ કોન્સટેબલ માયાબહેને શ્રોફ પાસેથી રૂ.ર૬ લાખ બદલી અાપીને મનીષભાઇને વિશ્વાસ કેળવ્યો હતો. આ કામમાં તેમના પતિ અને ભાઇ ચન્દ્રકાન્ત પટેલનો હાથ હતો. ચન્દ્રકાન્ત પટેલ આઇડીબીઆઇ બેંકમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે. બન્ને આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે સ્વામીના ભાણિયા તરીકે ઓળખ આપનાર સુરતના ઉ‌િર્વશ અને લાલાભાઇ તથા ભગતને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

You might also like