…તો શું ક્રેડિટ-ડેબિટ કાર્ડ પરથી હટી જશે ફી

નવી દિલ્હી: હાઇકોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને એવું કહેવા જણાવ્યું કે એ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવા પર લાગતાં સરચાર્જ ને સમાપ્ત કરવા ઇચ્છે છે કે નહીં? હાઉકોર્ટે કેન્દ્રને ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે.

ચીફ જસ્ટિસ જી. રોહિણી અને જસ્ટિસ સંગીતા ઢીંગરા સહગલની પીઠે આ આદેશ એક જનહિત અરજી પર આપ્યો. અરજીમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરનાર લોકો પાસેથી સરચાર્જ વસૂલાત કરવાના નિર્ણયને ગેરકાયદે અને ભેદભાવ કહેવામાં આવ્યો છે. પીઠે આ આદેશ ત્યારે આપ્યો, જ્યારે બુધવારે કેન્દ્ર સરકાર તરફથી કોઇ જવાબ આપવામાં આવ્યો નહીં.

16 એ નાણામંત્રાલય આરબીઆઇએ નોટીસ રજૂ કરી હતી, પીઠે આ અરજી પર વિચાર કરતાં 16 નવેમ્બરે પણ કેન્દ્રીય નાણામંત્રાલય અને આરબીઆઇને નોટીસ આપતાં પૂછ્યું હતું કે વધારે ચુકવણીના પ્રાવધાનને શું કામ ખતમ કરી દેવામાં ન આવે.

પીઠે બંનેને આ બાબતે ઓગસ્ટમાં જ નિર્ણય લઇને અરજદારને જાણ કરવા માટેનો નિર્દેશ આપ્યો હતો. પીઠે પૂછ્યું કે નિર્દેશ બાદ પણ હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં કેમ આવ્યો નથી.

visit: http://sambhaavnews.com/

You might also like