ગુજરાતમાં રાત્રે ઠંડી અને દિનમાં ગરમીનો અનુભવ

અમદાવાદ : અમદાવાદ અને પાટનગર ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ફરીએકવાર નોંધપાત્ર ઘટાડો થયો છે. તાપમાનમાં ઘટાડો થવા માટે કેટલાક કારણો રહ્યા હતા. આજે સવારે વાદળછાયુ વાતાવરણ પણ રહ્યું હતું અને ગુલાબી ઠંડીનો અનુભ લોકોએ કર્યો હતો.

આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૧૩.૨ ડિગ્રી થઇ ગયું હતું જે ગઇકાલે ૧૩.૬ ડિગ્રી હતું. નલિયામાં પણ લઘુત્તમ તાપમાન ૧૧.૩ ડિગ્રીની સામે ઘટીને ૧૦.૧ ડિગ્રી થયું છે. કેટલાક જાણકાર લોકો કહે છે કે, ઠંડીનો ચમકારો ફરી એકવાર જોવા મળી શકે છે. બેવડી સિઝનના કારણે ગુજરાતના લોકો પરેશાન થયેલા છે.

રાત્રિ અને દિવસના તાપમાનમાં ભારે અંતર જોવા મળે છે. એક બાજુ શહેરમાં રાત્રિ ગાળા દરમિયાન ઠંડી અને દિવસમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. નલિયામાં પણ આવી જ સ્થિતિ નોંધાયેલી છે. આગામી દિવસોમાં પણ આમા કોઇ સુધારો થાય તેવા સંકેત દેખાઈ રહ્યા નથી.

You might also like