મોદી મદદ કરનારા લોકોનાં જ હાથ કાપે છે : જેઠમલાણી

લખનઉ : વરિષ્ઠ અધિવક્તા અને આજેડીનાં રાજ્યસભા સાંસદ રામ જેઠમલાણીએ એકવાર ફરીથી વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. જેઠમલાણીએ કહ્યું કે તે હાલ પોતાની જાતને હાલ દોષીત અને છળાયેલ સમજે છે. તેણે વડાપ્રધાન મોદીની મદદ કરીને ભુલ કરી છે. જેઠમલાણીએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદી વિદેશમાંથી કાળા નાણા પાછા લાવવાનાં પોતાનાં વચનને પુરૂ કરવામાં અસફળ રહ્યા છે.

સમાજવાદી સિંધી સભાનાં એક ક્ષેત્રીય સંમ્મેલનને સંબોધિત કરતા જેઠમલાણીએ દાવો કર્યો કે ભજાપનાં નેતૃત્વએ તેમને વચન આપ્યું હતું કે વિદેશથી કાળાનાણા પાછા લાવશે. ત્યતાર બાદ તેમણે મોદીને વડાપ્રધાન બનાવામાં મદદ કરી હતી. જેઠમલાણીએ જણાવ્યું કે વડાપ્રધાન બન્યા બાદ મોદી નાણા પાછા લાવવામાં અસફળ રહ્યા. તેમણે કહ્યું કે હવે એવું લાગે છેકે તે હવે પોતાનું વચન નથી પુરૂ કરી શક્યા. જેઠમલાણીએ કહ્યું કે, હવે હું મોદીને મદદ કર્યા બાદ પોતાની જાતને છેતરાયેલી સમજું છું

જેઠમલાણીએ કહ્યું કે મોદી પર ક્યારે પણ ભરોસો ન કરવો જોઇએ. જેઠમલાણીએ સાથે સાથે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી અખિલેશ યાદવનાં વખાણ કરવા લાગ્યાહ તા. તેમણે કહ્યું કે અખિલેશ યાદવની છબી સ્વચ્છ છે. તે દેશનું ભવિષ્ય છે. તેણે રાષ્ટ્રીય રાજકારણમાં જંપલાવવું જોઇએ. ઉતર પ્રદેશનાં વિકાસમાં તેનો ઘણો મહત્વનો ફાળો રહ્યો છે. હાલ દેશને પણ આ પ્રકારનાં વિકાસ કરી શકે તેવા નેતાની જરૂર છે.

You might also like