સવારે વહેલા ઊઠવાનું અાઘરું લાગે છે? તો જનીનને દોષ અાપો

કેટલાક લોકો અારામથી વહેલી સવારે ઊઠી જાય છે તો કેટલાક લોકો લાખ વાનાં કર્યા પછીયે સવારે વહેલા ઊઠવામાં સફળતા નથી મેળવી શકતા. જો તમે પણ એવી સ્ટ્રગલ કરીને થાક્યા હો તો બની શકે કે એમાં તમારો વાંક ન હોય. અમેરિકાની નોર્થ-વેસ્ટર્ન યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોની વાત માનીએ તો એ માટે તમારા મૂળભૂત કોષોમાં અાવેલું ૨૪ નંબરનું જનીન જવાબદાર છે. રિસર્ચરોનું કહેવું છે કે અા જનીનમાં જ્યારે ગરબડ થઈ હોય ત્યારે ઊંઘ ઊડવામાં તકલીફ પડે છે. અા જનીન સુવા અને ઊઠવાની શરીરની ક્રિયાનું નિયમન કરે છે.

You might also like