ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ૦.૨૫ ટકા વધારો કર્યોઃ યુએસ શેરબજાર ઘટાડે બંધ

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વે ૦.૨૫ ટકા વ્યાજના દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષમાં બીજી વાર વ્યાજદરમાં વધારો કર્યો છે. ગઇ કાલના વ્યાજદરમાં વધારો કર્યા બાદ અમેરિકામાં વ્યાજના દર વધીને ૦.૫૦ ટકાથી ૦.૭૫ ટકાની વચ્ચે રહેશે એટલું જ નહીં, વર્ષ ૨૦૧૭માં ત્રણ વાર વ્યાજના દરમાં વધારો કરવાના સંકેતો આપ્યા છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં પણ વ્યાજના દર વધી શકે છે.

યુએસ ફેડનાં ચેરપર્સન જેનેટ યેલેને કહ્યું હતું કે અમેરિકી અર્થવ્યવસ્થામાં ગ્રોથ જોવાઇ રહ્યો છે, નવી નોકરીઓની તકો વધી છે.
દરમિયાન વ્યાજના દરમાં વધારો કરવાના નિર્ણયની અસરે અમેરિકી શેરબજાર ઘટાડે બંધ થયું હતું. ડાઉ જોન્સ શેરબજાર ઇન્ડેક્સમાં ૧૧૮.૬૮ પોઇન્ટ, નાસ્ડેક ઇન્ડેક્સમાં ૨૭.૧૬ પોઇન્ટ, જ્યારે એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સમાં ૧૮.૪૪ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. આમ, યુએસ શેરબજારમાં પ્રેશર જોવાયું હતું. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વ્યાજના દરમાં વધારો કરવાના નિર્ણયના કારણે ડોલરમાં મજબૂતાઇ આવશે તથા રૂપિયો વધુ તૂટશે.
http://sambhaavnews.com/

You might also like