આગામી સપ્તાહની ફેડની બેઠક પર શેરબજારની નજર

શેરબજારમાં નેગેટિવ સેન્ટિમેન્ટ છે. આગામી સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વ એક દાયકા બાદ વ્યાજના દરમાં વધારો કરે તેવી શક્યતાઓ પાછળ વિદેશી રોકાણકારો કેશ માર્કટમાં સતત વેચવાલી કરી રહ્યા છે. વૈશ્વિક શેરબજારમાં પણ અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મોરચે પણ તેની સીધી નકારાત્મક અસર પડી છે. શેરબજારમાં કોઇ સપોર્ટ લેવલ કામ કરતું નથી તો બીજી બાજુ કોઇ પોઝિટિવ ટ્રિગર નહીં હોવાના કારણે બજાર વધુ ને વધુ તૂટી રહ્યું છે. આગામી સપ્તાહે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બેઇઝ રેટની નવી ફોર્મ્યુલા લાવી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ બેન્કિંગ શેર્સમાં પછડાટ જોવા મળી છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ પણ સંસદના શિયાળુ સત્રમાં પસાર થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. આવા સંજોગોમાં નેગેટિવ મેસેજ જઇ શકે છે તેવી વિશાળ શક્યતા પાછળ શેરબજારમાં વેચવાલી જોવા મળી છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અનિશ્ચિતતાભર્યા માહોલમાં ટૂંકા સમયગાળામાં બજારમાં નરમાઇ તરફી ટ્રેન્ડ જોવાઇ શકે છે. પ્રદૂષણને લઇને ડીઝલ કારના રજિસ્ટ્રેશન ઉપર પ્રતિબંધ આવી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ ઓટો કંપનીઓના શેરમાં પ્રેશર જોવાઇ શકે છે.

You might also like