એક દાયકામાં સાત વખત ફેબ્રુઆરીમાં FIIની ખરીદી

અમદાવાદ: પાછલા ચાર મહિનાથી વિદેશી રોકાણકાર સ્થાનિક ઇક્વિટી બજારમાં વેચવાલી કરી રહ્યા છે. જાન્યુઆરીમાં પણ રૂ. એક હજાર કરોડથી વધુની વેચવાલી કરી છે. આગામી ફેબ્રુઆરીમાં બજારની ચાલ કેવી જોવાશે તે અંગે રોકાણકારોમાં શંકા-કુશંકા પ્રવર્તી રહી છે, પરંતુ પાછલા એક દાયકાનો ટ્રેક રેકોર્ડ જોઇએ તો ૧૦માંથી સાત વર્ષમાં ફેબ્રુઆરીમાં વિદેશી રોકાણકારોની સકારાત્મક ચાલ નોંધાઇ છે. બજેટ રજૂ થઇ ગયા બાદ ગઇ કાલે પણ એફઆઇઆઇ એગ્રેસિવ રહ્યા હતા ત્યારે બજારમાં કોન્ફિડન્સ લેવલનું પ્રમાણ વધ્યું છે, જોકે વૈશ્વિક મોરચે અનિશ્ચિતતાભર્યા માહોલની અસર સ્થાનિક બજારમાં જોવા મળી શકે તેવી ભીતિ વ્યક્ત કરાઇ છે.

FIIનું એક દાયકામાં ઈક્વિટી બજારમાં ખરીદ-વેચાણ
ફેબ્રુઆરી-૨૦૧૬ – ૭,૯૮૭.૦૦
ફેબ્રુઆરી-૨૦૧૫ ૮,૮૯૨.૦૦
ફેબ્રુઆરી-૨૦૧૪ ૨,૫૯૩.૦૦
ફેબ્રુઆરી-૨૦૧૩ ૨૧,૧૨૨.૦૦
ફેબ્રુઆરી-૨૦૧૨ ૨૫,૨૧૭
ફેબ્રુઆરી-૨૦૧૧ – ૩,૭૫૪.૦૦
ફેબ્રુઆરી-૨૦૧૦ ૨,૧૧૩.૦૦
ફેબ્રુઆરી-૨૦૦૯ – ૨,૬૯૦.૦૦
ફેબ્રુઆરી-૨૦૦૮ ૫,૪૧૯.૦૦
ફેબ્રુઆરી-૨૦૦૭ ૬,૦૬૫.૦૦
ફેબ્રુઆરી-૨૦૦૬ ૭,૫૭૧.૦૦
(આંકડા કરોડમાં)
http://sambhaavnews.com/

You might also like