વિદેશી રોકાણકારોને ભારતીય નિવાસીનો દરજ્જો મળશે

નવી દિલ્હી: સરકાર મહત્ત્વાકાંક્ષી મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર આ પગલાં હેઠળ વિદેશી રોકાણકારોને ભારતના નિવાસીનો દરજ્જો આપવા તૈયાર છે. આ માટે એક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે.

જો આવું થશે તો ભારતમાં બિઝનેસ માટે આવનારા વિદેશી રોકાણકારોને વારંવાર વિઝા લેવાની જરૂર નહીં પડે. અલબત્ત આ માટે વિદેશી રોકાણકારોએ કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં મંત્રાલય સાથે સઘન વિચાર વિમર્શ કર્યા બાદ ગૃહ મંત્રાલયે પરમેનન્ટ રેસિડેન્સી સ્કીમનો મુસદ્દો કેબિનેટ નોંધ તૈયાર કરીને સંબંધિત મંત્રાલયોને મોકલી આપ્યો છે. ટૂંક સમયમાં આ પ્રસ્તાવને કેબિનેટ મંજૂરી મળી શકે છે. આ પ્રસ્તાવ હેઠળ વિદેશી રોકાણકારોને એક ચોક્કસ મર્યાદા કરતાં વધુ મૂડીરોકાણ કરવા બદલ ભારતના નિવાસી તરીકેનો દરજ્જો આપવામાં આવશે.

You might also like