હવે બ્લોક કરેલ યુઝર્સ જો તમને ફેક ID બનાવી પરેશાન કરશે તો પણ FB પર પકડી શકાશે

યુઝર્સની પ્રાઇવસીને ધ્યાનમાં રાખતાં ફેસબુક એક નવું ટૂલ લઇને આવ્યું છે. આ ટૂલની મદદથી યુઝર્સ પોતાના આઇડી પર આવનારી ફ્રેન્ડ રિકવેસ્ટને બ્લોક કરી શકે છે, જેને તે પોતાના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ કરવા ઇચ્છતો નથી.

ફેસબુકના સુરક્ષા અધિકારી એન્ટીગોન ડેવિસે જણાવ્યું કે કોઇ યુઝરને પરેશાન કરવા માટે ફેક આઇડીનો ઉપયોગ થાય છે. જો બ્લોક કરાયેલી વ્યકિતને ફરી વખત નકલી એકાઉન્ટથી ફ્રેન્ડ રિકવેસ્ટ કે મેસેજ મોકલવાની કોશિશ કરાશે તો આ ટૂલ યુઝર્સને તેની પણ સૂચના આપશે.

ફેસબુકે આ ઉપરાંત વધુ એક ટૂલ લોન્ચ કર્યું છે જેની મદદથી કોઇને બ્લોક કર્યા વગર જ તેના સંદેશા નજરઅંદાજ કરી શકાય છે. તેના મેસેજ ઇનબોકસથી હટીને ફિલ્ટર્ડ મેસેજ ફોલ્ડરમાં દેખાવા લાગશે. સંદેશ વાંચ્યા બાદ પણ મોકલનારી વ્યકિતને જાણ નહીં થાય કે તેના મેસેજ જોવામાં આવ્યા છે કે નહીં. જોકે હાલમાં ગ્રૂપ સેટ માટે આ સુવિધા ઉપલબ્ધ નથી.

ફેસબુક યુઝર્સની તસવીરોનો દુરુપયોગ રોકવા માટે નવું ફીચર લાવ્યું છે. કોઇ વ્યકિતએ તમને ટેગ કર્યા વગર તમારો ફોટો અપલોડ કર્યો અથવા તે ફોટો તેનું પ્રોફાઇલ પિકચર બનાવશે તો તમને તરત જ તેની સૂચના મળી જશે. આ ઉપરાંત ફેસબુક એવાં ટૂલ પર પણ કામ કરે છે જેનાથી જોઇ ન શકનારા લોકો પણ અપલોડ થનારી તસવીરો ઓળખી શકશે.

You might also like