આજે જ કરો વાઈ-ફાઈ રાઉટર ને રીબુટ, FBI એ જાહેર કરી ચેતવણી…

ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) અને સાયબર સિક્યોરિટી એક્સપર્ટે ઈન્ટરનેટ યુઝર્સને સાવધાન રહેવા માટે કહ્યુ છે. એફબીઆઈ એ લોકોને ચેતવણી આપતા કહ્યુ છે કે જેટલુ બને એટલુ ઝડપથી પોતાના ઘર અને ઓફિસના વાઈ-ફાઈ રાઉટરને રીબૂટ કરો, કેમકે દરેક રાઉટર રૂસના એક હેકર્સ ગ્રુપના નિશાના પર છે.

એફબીઆઈએ 25 મે 2018ના એક લેટર જાહેર કરતા કહ્યુ હતુ કે રૂસના હેકર્સ ગ્રુપે એક મૈલવેયર પ્રોગ્રામ તૈયાર કર્યો છે જેનું નામ છે VPNFILTER. આ મૈલવેયરના નિશાન પર દુનિયાભરના હજારો નેટવર્ક ડિવાઈસ છે. સાઈબર એક્સપર્ટ્સે કહ્યુ છે કે રાઉટર્સને રીબુટ કરવાની સાથે સાથે તેને અપડેટ પણ કરો અને રિમોટ એક્સેસ બંધ કરો.

એફબીઆઈની ચેતવણી બાદ LINKSYS અને NETGEAR જેવા બે મોટા રાઉટર્સ નિર્માતા કંપનીઓએ પોતાના ગ્રાહકો માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. એફબીઆઈની આ ચેતવણી સિસ્કો ટૈલોસ ઈન્ટેલિજન્સ ગ્રુપ ના તે રિપોર્ટ બાદ આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દુનિયાભરના લગભગ 5,00,00 નેટવર્ક ડિવાઈસ VPNFILTER મૈલવેયરની લપેટમાં છે.

વીપીએલ ફિલ્ટર નામનો આ મૈલવેયર ઘરો અને નાના દફ્તરોના રાઉટર્સને નિશાન બનાવી રહ્યા છે. આ મૈયવેયર યૂઝર્સની પ્રાઈવેટ જાણકારી ચોરી શકે છે. તમારા નેટવર્કને બ્લોક કરી શકે છે. આ ઉપરાંત આ મૈલવેયર તમારા વાઈ-ફાઈ નેટવર્કથી મોકલવામાં આવેલી જાણકારીઓને પણ સેવ કરે છે.

You might also like