જાણો એફબીઆઇના નિશાના પર કેમ છે આઇએસઆઇએસના સોશિયલ મિડીયા એક્સપર્ટ

વોશિંગ્ટન : 2015ના ઉનાળામાં હથિયાર વગર અમેરિકી ડોન્સ પૂર્વી સીરિયામાં જુનૈદ હુસેનને પકડવા પીછો કરી રહી હતી. જૂનૈદ એક જાણીતો હેકર હતો જે ઇસ્લામિક સ્ટેટ માટે કામ કરતો હતો. આઇએસની સોશિયલ મિડીયાનો સૌથી કાબેલ શખ્સ જૂનૈદ હતો. જૂનૈદ અને તેની સોશિયમ મિડીયાની ટીમના આધારે આઇએસનું નેટવર્ક વધારાવા તેમજ તેમજ નવી ભરતી કરવા માટે ખોટો પ્રચાર કરી લોકોને ગુમરાહ કરી આતંકી હુમલો કરાવવાનું કામ કરતી હતી. ઘણા અઠવાડિયા સુધી જૂનૈદે પોતાના ઓરમાન દિકરાને તેની સાથે રાખ્યો હતો.

તેનો દિકરો તેની સાથે હોવાના કારણે અમેરિકી ડ્રોને જૂનૈદ પર હુમલો ન કર્યો. પરંતુ એક દિવસ જૂનૈદ એક રાત્રીએ એક ઇન્ટરનેટ કાફેથી એકલો બહાર આવી રહ્યો હતો ત્યારે ડ્રોને તેને મારી નાંખ્યો. જૂનૈદની ઉંમર માત્ર 21 વર્ષની હતી. તે ઇંગ્લેન્ડનો રહેવાસી હતો. તે અંગ્રેજી ભાષા બોલનારા તેમજ કમ્પ્યૂટરના તજજ્ઞોના એક સમૂહની આગેવાની કરતો હતો. આ સમૂહ ઇન્ટરનેટ પર ઇસ્લામિક સ્ટેટના એજન્ડાઓનો વિસ્તાર કરતી હતી. અમેરિકાએ આઇએસની આ ટીમનું નામ ધ લીઝન રાખ્યું હતું.

home

You might also like