FBએ શિફ્ટ કર્યું પોતાની આલીશાન ઓફીસમાં 

કેલિફોર્નિયા: ફેસબુક આજથી પોતાના આલીશાન હેડક્વાર્ટરમાં શિફ્ટ થયું. કંપનીના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે પોતાના એફબી પેજ પર ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, તેમની કંપની આજથી ન્યુ બ્રાન્ડ હેડક્વાર્ટરમાં શિફ્ટ કરી રહી છે. માર્ક ઝુકરબર્ગે પોતાની કંપનીના હેડક્વાર્ટરના ફોટા પણ શેર કર્યા છે જેમાં કંપનીનો ઓવર વ્યુ દેખાઇ રહ્યો છે. 

4,30,000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલુ ફેસબુકનું નવુ હેડક્વાર્ટર અમેરિકાના કેલિફોર્નિયાના મેનલો પાર્ક ખાતે બનાવવામાં આવ્યું છે અને તેને ફ્રેન્ક ગેરીએ ડિઝાઇન કર્યું છે. નવા હેડક્વાર્ટરનું ઇન્ટિરિયર એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તેની અંદર 2800 કર્મચારીની કામ કરવાની સ્પેસ સાથે અન્ય રૂમ પણ બનાવી શકાય. જોકે માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર આ અંગેની જાહેરાત કરતાં એવું જણાવ્યું હતું કે, ટીમ સાથે મળીને કામ કરી શકે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય હતો. 

You might also like