એક્ટિંગ છોડીને રાજનિતીમાં કરિયર બનાવશે ફવાદ ખાન!

ફવાદ ખાન ભારત છોડીને પાકિસ્તાન શું ગયો અને નવી નવી ઓફર આવવાની શરૂઆત થઇ ગઇ. અને આ વખત ફવાદને કોઇ ફિલ્મની ઓફર નહીં પરંતુ રાજનીતિમાં જવા માટેની ઓફર મળી છે. જી હા, સૂત્રોનું માનીએ કતો ફવાદ ખાન પાકિસ્તાનની રાજનીતિમાં પગ મૂકી શકે છે.

સૂત્રોનું માનીએ તો ફવાદ ખાનને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનએ એમની પાર્ટી તહરીફ એ ઇન્શાનને જોઇન્ટ કરવા માટે અપ્રોચ કર્યું છે. ઇમરાનનું માનવું છે કે ફવાદ ખાનની પોપ્યુલારિટી એટલી છે કે તેને ખઊબ વોટ મળી શકે છે. એટલું જ નહીં, ભારતમાં પાકિસ્તાની એક્ટરના બેન હોવાને કારણે લોકો તેના માટે વધારે સંવંદનશીલ રહેશે.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ફવાદ ઇણરાનની આ ઓફરને સ્વિકારી લેશે. જો હા… તો શું રાજનીતિમાં આવ્યા પછી ફવાદ એક્ટિંગ છોડી દેશે?

તમને જણાવી દઇએ કે ફિલ્મ એ દિલ હે મુશ્કિલમાં કેમિયો રોલ કરવા પર ઉરી હુમલા બાદ ફવાદ ખાન વિરુદ્ધ ઘણી બબાલ થઇ હતી. ત્યારબાદ ફવાદ ભારત છોડીને પાકિસ્તાન ચાલ્યો ગયો હતો.

You might also like