યાત્રીઓની ટ્રેન છૂટી, હવે રેલ્વે આપશે વિમાન ભાડું, કોર્ટનો મહત્વનો ચુકાદો

અમદાવાદ: એક ગ્રાહક કોર્ટે પશ્વિમી રેલ્વેને આદેશ આપ્યો છે કે એ મલયાલી પરિવારને વિમાન ભાડું આપે. જેમની રેલ પ્રશાસનની ભૂલના કારણે ટ્રેન છુટી ગઇ હતી. આણંદમાં રહી રહેલા ઇ.એસ. કૃષ્ણાકુત્તી નાયર 2014માં કેરલમાં એક લગ્ન સમારોહમાં જઇ રહ્યા હતા. આણંદ રેલ્વે સ્ટેશન પર ડિસ્પ્લે બોર્ડ પર એમના કોચના લોકેશનની ખોટી માહિતી આપવામાં આવી, જેના કારમે એ પરિવારના લોકોની ટ્રેન છુટ્ટી ગઇ. છેવટે નાયર પરિવારને વિમાન યાત્રા કરવા મજબૂર થવું પડ્યું હતું.

ગ્રાહક કોર્ટે પશ્વિમિ રેલ્વેને 32,628 રૂપિયા વિમાન ભાડું ચૂકવવા માટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટએ ર્લેને આણંદથી અમદાવાદ એરપોર્ટ માટે ટેક્સ ભાડા તરીકે નાયર પરિવારને 1000 રૂપિયા આપવાનો આદેશ કર્યો છે. કોર્ટે પરિવારને કાનૂની લડાઇમાં થયેલા ખર્ચાને જોતા પશ્વિમિ રેલ્વેન 10 હજાર રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.

નાયર પરિવારે વેરાવળ ત્રિવેન્દ્રમ એક્સપ્રેસમાં 29 મે 2014 માટે એસી કોચમાં 4 સીટો સિઝર્વ કરી હતી. ડિસ્પ્લે બોર્ડ પર જોયું કે એમનો કોચ એકદમ પાછળની તરફ છે. પરંતુ જ્યારે ટ્રેન આવી તો કોચ પાછળ ન હોઇને એકદમ આગળ હતો. ડિસ્પ્લે બોર્ડ પર ખોટી સૂચનાના કારણે દોડધામનો માહોલ સર્જાઇ ગયો હતો. આણંદ રેલ્વે સ્ટેશન પર ટ્રેન ઊભા રહેવાનો સમય વધારેમાં વધારે 2 મિનીટનો હતો અને આટલા ઓછા સમયમાં 12 કોચોને ક્રોસ કરીને ટ્રેનમાં મુસાફરી કરવાનું ખૂબ કઠિન હતું. પરિવારના પુરુષ સભ્યો ગમે તેમ રીતે ટ્રેનમાં સવાર થઇ ગયા પણ વૃદ્ધ મહિલાઓ ચઢી શકી નહતી.

http://sambhaavnews.com/

You might also like