દરગાહ એ આલા હજરતનાં મુફ્તીએ પોકેમોન ગોને ગણાવી હરામ

બરેલી : બરેલીની વિશ્વ પ્રસિદ્ધ દરગાહ આલા હજરતનાં મુફ્તી સલીમ નુરીએ પોકેમોન ગો ગેમને હરામ ગણાવી છે. દક્ષિણ આફ્રિકા અને મોરિશસનાં મુસ્લિમોની તરફથી આ અંગે સલાહ માંગી હતી. જેનાં જવાબમાં પોકેમોનને હરામ ગણાવાયું હતું. સલીમ નુરીએ પોકેમોન ગોની વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો.

તેમણે જણાવ્યું કે આ ગેમ શરીયતની વિરુદ્ધ છે. મુફ્તી સલીમે પોતાનાં ફતવાનાં સમર્થનમાં જણઆવ્યું કે ગેમમાં શૈતાન ખુબ જ તાકાતવાળો દેખાડવામાં આવ્યો છે જ્યારે શેતાનને કોઇ પણ ધર્મને સ્થાન નથી આપવામાં આવ્યું. ગેમમાં શૈતાનની શોધખોળમાં ધાર્મિક સ્થળોની અંદર બુટ પહેરીને ઘુસતા દેખાડવામાં આવી રહ્યા છે. ત્રીજું કારણ છે કે ગેમમાં કેમેરો અને મેપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સલીમે કહ્યું કે આ ત્રણેય વસ્તુઓ શરીયનાં અનુસાર હરામ અને અયોગ્ય છે.

You might also like