પાકિસ્તાનમાં કિન્નરોનાં લગ્ન અંગે મૌલવીઓ દ્વારા ફતવો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં કિન્નર વ્યક્તિની સાથે લગ્નને કાયદેસર રીતે યોગ્ય જણાવતા 50 મૌલવીઓએ ફતવો બહાર પાડ્યો છે. પાકિસ્તાનનાં સમાચાર પત્ર ડોનનાં અનુસાર તનજીમ ઇતેહાદ આઇ ઉમ્મત સાથે સંબંધ મૌલવીઓ દ્વારા રવિવારે બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું કે પુરૂષ હોવાનાં સ્પષ્ટ લક્ષણોવાળા કિન્નર એક મહિલા અથવા મહિલાનાં સ્પષ્ટ લક્ષણોવાળા કિન્નરની સાતે લગ્ન કરી શકે છે.

ફતવામાં જો કે તેમ પણ કહેવામાં આવ્યું છે કે બંન્ને લિંગોના લક્ષણોવાળા કિન્નરો કોઇની પણ સાથે વિવાહ ન કરી શકે. ફતવામાં કહેવામાં આવ્યું છે કે કિન્નરોને સંપત્તિમાંથી બેદખલ કરવા પણ બિનકાયદેસર છે. જો માતા પિતા પોતાનાં કિન્નર બાળકોને સંપત્તિમાંથી બેદખલ કરે છે તેઓ ખુદાનાં કહેરનો ભોગ બને છે. તેઓ અધર્મ આચરી રહ્યા હોવાનું ફતવામાં ઉલ્લેખ કરાયો હતો. મૌલવીઓએ સરકાર પાસે આ પ્રકારનાં માતા પિતા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની પણ અપીલ કરી હતી.

આ ફતવામાં કિન્નરો પ્રત્યે સમાજનાં વલણનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. તેમાં કિન્નરોને અપમાનીત કરવા અથવા તેને ચીડાવવાનાં કૃત્યોને હરામ કહેવામાં આવ્યા છે. ફતવામાં અંતિમ સંસ્કારની વાતો પર ખતમ થઇ જાય છે. જેનાં અનુસાર તમામ કિન્નરોને અંતિમ સંસ્કાર અન્ય મુસ્લિમ પુરૂષો અથા મહિલાઓની જેમ જ આપવામાં આવવો જોઇએ. તેમને પણ સામાન્ય વ્યક્તિ જેટલું જ સન્માન આપવામાં આવે તે આવશ્યક છે.

You might also like