ઇન્ડિયન આઇડોલ ફેમ નાહિદ આફરી વિરૂદ્ધ 46 ફતવા

મુંબઇઃ ઇન્ડિયન આઇડોલ ફેમ નાહિદ આફરીન વિરૂદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આફરીન વિરૂદ્ધ આ ફતવો એટલા માટે બહાર પાડવામાં આવ્યો છે. તેથી લોકોની સામે તેને ગીત ગાતા રોકી શકાય. વર્ષ 2015માં મ્યુઝિકલ રિયાલિટી ટીવી શો ઇન્ડિયન આઇડલ જૂનિયરમાં ફસ્ટ રનરપ નાહિદ બની હતી. જેની સામે 46 ફતવા બહાર પાડવામાં આવ્યાં છે.  મંગળવારે મધ્ય આસામમાં હોઇઝ અને નાગાંવ જિલ્લામાં આવા અનેક પર્ચા વહેચવામાં આવ્યાં છે.

જેમાં અસમિય ભાષામાં ફતવો અને ફતવો બહાર પાડનારા લોકોના નામ લખવામાં આવ્યાં છે. આ ફતવા પ્રમાણે 25 માર્ચે આસામના લંકા વિસ્તારમાં ઉદાલી સોનઇ બીબી કોલેજમાં 16 વર્ષની નાહિદનું પરફોર્મન્સ છે. જે પૂર્ણ રીતે શરિયા વિરૂદ્ધ છે. આ ફતવા પ્રમાણે મ્યુઝિકલ નાઇટ જેવી બાબતો શરિયા વિરૂદ્ધ છે.

16 વર્ષની ગાયક નાહિદ આફરીન દસમાં ધોરણમાં ભણે છે. જે વિશ્વનાથ ચારિઅલી વિસ્તારમાં રહે છે. ફતવા અંગે નાહિદે કહ્યું કે હું આ બાબતે શું બોલું. મને લાગે છે કે મારૂ સંગીત અલ્લાહની ભેટ છે. હું આ રીતની ધમકીઓ સામે મારા સંગીતને નહીં છોડું. આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે નાહિદે હાલમાં જ આતંવાદી આઇએસ ટેરર ગ્રૂપ વિરૂદ્ધ કેટલાક ગીતો પરફોર્મ કર્યું છે.

http://sambhaavnews.com/

You might also like