એક વાર જામેલી ચરબી કેમ ઊતરતી નથી?

ન્યૂયોર્ક: વ્યક્તિ જેટલી મેદસ્વી હોય અને ચરબીના થર ધરાવતીહોય તેના માટે વજન ઘટાડવું અઘરું થઇ જાય છે. અમેરિકામાં થયેલા રિસર્ચ મુજબ શરીરમાં સંઘરાઇ રહેલી ચરબી વધુ હોય ત્યારે તેને બાળીને દૂર કરવી અઘરી બને છે. લોકોના શરીરમાં સ્ટોર થયેલી ચરબી વધુ હોય તેના શરીરમાં ચરબી બાળવાની ક્ષમતાને અવરોધે એવું ખાસ પ્રોટીન વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે. ચરબી પણ વધુ હોય છે અને ચરબીને બળવાનું અવરોધે તેવું પ્રોટીન પણ વધુ હોય છે. તેથી વજન ઘટાડવું અઘરું પડે છે. ચરબી શરીરમાં વધારાની એનર્જીના સોર્સ તરીકે સંઘરાય છે. જરૂર પડે ત્યારે તેમાંથી એનર્જી રિલીઝ થાય છે. શરીરમાં SLR 11 નામનું પ્રોટીન હોય તેમને સંઘરાયેલી ચરબી બાળવાનું પ્રમાણ ઘટી જાય છે.

You might also like