પિતાએ દસ વર્ષના દીકરાને ક્રોસ પર ચડાવી દીધો

ચીનમાં તમે એક જુઓ અને એક ભૂલો એવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે. હજી બે-એક દિવસ પહેલાં જ ગણિતમાં નબળા સાતેક વર્ષના બાળકને તેના પિતાએ દોરડું બાંધીને ઊંડી નદી પર લટકાવ્યો હોવાના સમાચાર આવેલા. હવે ત્યાંનાં યોંગયુઆન ડિસ્ટ્રિક્ટમાંથી એવા જ બીજા ક્રૂર સમાચાર આવ્યા છે. ત્યાં ફળોની દુકાન ધરાવતા એક ભાઈનો દસેક વર્ષનો દીકરો દુનિયાના કોઈ પણ ટાબરિયાની જેમ હોમવર્ક કરવાનો ચોર. વધુ એક વાર તેણે હોમવર્ક કરવામાં અખાડા કર્યા એટલે સ્ટ્રિક્ટ પિતાએ પોતાની દુકાનની બહાર બે લાકડાના વાંસડા લઈને દીકરાને તેના પર ઈસુ ખ્રિસ્તની જેમ ક્રોસ પર લટકાવી દીધો

http://sambhaavnews.com/

You might also like