લટાર મારવા નીકળેલા પિતા-પુત્ર પર વડલાની ડાળ પડતાં બંનેનાં મોત

અમદાવાદ: ઉત્તર ગુજરાતના સતલાસણા ટાઉનમાં વડલાની ડાળ માથા પર પડતાં પિતા અને માસૂમ પુત્રનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અા અંગેની વિગત એવી છે કે સતલાસણા ગામમાં લીમડીચોક વિસ્તારમાં રહેતા મહેશભાઈ અને તેમનો છ વર્ષનો પુત્ર જૈમીન સાંજના સમયે બહાર લટાર મારવા નીકળ્યા હતા ત્યારે અા પિતા-પુત્ર વડલાના ઝાડ નીચેથી પસાર થઈ રહ્યા હતા તે વખતે અચાનક જ વડલાની એક મોડી ડાળ મહેશભાઈ અને તેના પુત્ર પર પડતાં બંને ડાળ નીચે દબાઈ ગયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. છ વર્ષના જૈમીનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે મહેશભાઈનું પણ સારવાર મળતાં પહેલાં મૃત્યું થયું હતું. બનાવની જાણ થતાં પોલીસે બંને લાશને પીએમ માટે મોકલી અાપી અા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like