પ્લાસ્ટિકના કચરામાંથી કરોડોની કમાણી કરી રહી છે બાપ-દિકરાની આ જોડી

મણિપુરની રાજધાની ઇન્ફાલમાં બાપ-દિકરાની એક જોડી સામાન્ય લોકોના ઘરમાંથી પ્લાસ્ટિકના કચરાને રિસાઇકલ કરવાનું કામ કરી અને કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે ઇન્ફાલમાં રહેતા સડક્પમ ઇતોંબી સિંહ અને સડક્પમ ગુનાકાંત એક રિસાઇકલિંગ પ્રોગ્રામ હેઠળ એક કંપની ચલાવી રહ્યા છે, જે લોકોના ઘરમાંથી નીકળતા પ્લાસ્ટિકના કચરાને રિસાઇકલ કરે છે.

કોમ્પુટર એપ્લિકેશન્સમાં ગ્રેજ્યુએટ થયેલા ઇતોંબીનું માનવું છે કે, પ્લાસ્ટિક આપણી ઇકો-સિસ્ટમ માટે ખતરારૂપ છે અને પાકૃતિક માહોલને પણ બગાડે છે. જેનાથી વનસ્પતિ અને જીવ-જંતુની સાથે-સાથે માનવ સમાજને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માટે તેઓ પોતાના પિતાની સાથે મળીને મણિપુરને એક સુરક્ષિત અને સારા માહોલવાળું રાજ્ય બનાવવા માગે છે.

બનાવે છે પ્લાસ્ટિકની ઘણી આઇટમ:
ઇતોંબી વર્ષ 2007માં એસ.જે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના નામથી એક કંપની શરૂ કરી હતી, જે આસપાસના વિસ્તારથી નીકળતા પ્લાસ્ટિકના કચરાને રિસાઇકલ કરવાનું કામ કરે છે. આ પહેલા 90ના દાયકામાં આ 65 વર્ષીય ગુનકાંતા પણ આવા જ પ્રકારનું નાના પાયે કામ કરી રહ્યા હતા. તેઓ પહેલાં પ્લાસ્ટિકની બોટલ એકઠી કરતા અને એમને દિલ્હી તેને દિલ્હી તથા ગુવાહાટીના પ્લાસ્ટિક રિસાઇક્લિંગ પ્લાન્ટમાં મોકલતા હતા.

વર્ષ 2010માં નવી મશીનો આવી જતા પ્લાસ્ટિકના કચરામાંથી પાઇપ, ટબ અને આ જ પ્રકારની ઘણા પ્લાસ્ટિકની આઇટમ બનાવવા લાગ્યા. મણિપુરમાં જ 120 પ્રકારના પ્લાસ્ટિકની ઓળખાણ થઇ છે. આમાંથી 30 એવા પ્રકારના પ્લાસ્ટિક છે જેને મણિપુરમાં જ રિસાઇકલ કરી શખાય છે અને બાકીના પ્લાસ્ટિકને ગુવાહાટી તથા દિલ્હી મોકલવામા આવે છે.

ઘણા લોકોને મળ્યુ રોજગાર:

ગુનાકાંતા કહે છે, ”પ્લાસ્ટિકને રિસાઇકલ કરી શકાય છે. અમને આવા પ્રકારના કચરાનું રિસાઇકલ કરવા પ્રત્યે સતર્ક અને જાગૃત રહેવું પડશે અને આપણા પાણીના સ્રોતો તથા અન્ય જગ્યાને પ્રદૂષિત થતાં બચાવવી જોઇએ.” વર્તમાન સમયમાં આમની કંપનીઓમાં 35 રેગ્યુલર સ્ટાફ અને 6 રોજમદાર તરીકે કામ કરે છે. 1.5 રૂપિયાના ખર્ચાથી શરૂ કરવામાં આવેલી આ કંપની હાલ વાર્ષિક 1.2 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે.

You might also like