તાલિબાનનાં “ગોડફાધર” સમી-ઉલ હકની પાકિસ્તાનમાં હત્યા

ઇસ્લામાબાદઃ તાલિબાનનાં “ગોડ ફાધર” કહેવાતા મૌલાના સમી-ઉલ-હકની પાકિસ્તાનમાં માર્યા ગયાનાં સમાચાર સામે આવ્યાં છે. પાકિસ્તાની મીડિયાનું જો માનીએ તો હકની હત્યા રાવલપિંડીમાં શુક્રવારનાં રોજ કરવામાં આવી. પાકિસ્તાનમાં હકને એક ધાર્મિક નેતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યાં છે. તેઓ કટ્ટરપંથી રાજનૈતિક પાર્ટી જમાત ઉલેમા-એ-ઇસ્લામ-સમીનો પ્રમુખ હતો.

પાકિસ્તાની ચેનલ જિયો ન્યૂઝનું કહેવું છે કે જે સમયે હક પોતાની કારમાં જઇ રહ્યો હતો ત્યારે કેટલાંક અજ્ઞાત લોકો મોટરસાઇકલ પર સવાર થઇને આવ્યાં અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યાં બીજી બાજુ રિપોર્ટ્સમાં હકનાં પુત્રને હવાલેથી એવું કહેવામાં આવે છે કે હકની હત્યા તેઓનાં ઘરમાં થઇ છે.

જેયૂઆઇ-એસ પેશાવરનાં પ્રમુખે પુષ્ટિ કરી છે કે રાવલપિંડીમાં હકની હત્યા કરી દેવામાં આવી છે. અંધાધૂંધ ફાયરિંગમાં ઘાયલ સમિઉલ હકને જ્યારે હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યાં હતાં તે જ સમયે તેઓનું મોત થઇ ગયું. આ દરમ્યાન હકનો ડ્રાઇવર અને ગાર્ડ પણ ઘાયલ થયાં. તે ખૈબર પશ્તૂનવાનાં અકોરા ખટક કસ્બામાં ઇસ્લામિક સંગઠન દારૂલ ઉલૂમ હક્કાનિયાનાં મુખીયા પણ હતાં.

You might also like