પિતાની અાખરી ઇચ્છા પૂરી કરવા ICUમાં લગ્ન કર્યાં

પુણે: શહેરની એક હોસ્પિટલમાં અાઈસીયુની અંદર લગ્ન સંપન્ન થયાં, જેની ચર્ચા શહેરભરમાં થઈ રહી હતી. પિતા વેન્ટિલેટર પર જિંદગી અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમની અાખરી ઇચ્છા પૂરી કરવા બે પરિવારોઅે સાથે મળીને અા પગલું ભરવાનું નક્કી કર્યું. ૩૪ વર્ષીય ધ્યાનેશ એન. દેવ વ્યવસાયે બિઝનેસમેન છે. ધ્યાનેશના પિતા નંદકુમાર દેવની ઇચ્છા હતી કે તેઅો પોતાની અાંખો સામે ધ્યાનેશ અને સુવર્ણાનાં લગ્ન થતાં જોઈ શકે.

દુર્ભાગ્યથી લગ્નના થોડા જ દિવસ પહેલાં તેમને હાર્ટઅેટેક અાવ્યો. તેમને હોસ્પિટલમાં એડ્‌િમટ કરાયા. દિનાનાથ મંગેશકર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ભરતી નંદકુમારને પહેલાંથી જ હૃદયની બીમારી હતી અને ઇલાજ દરમિયાન તેમને અચાનક લંગ ઇન્ફેક્શન લાગ્યું.

ધ્યાનેશે જણાવ્યું કે પિતાને વેન્ટિલેટર પર રાખવામાં અાવ્યા અને તેમની હાલત પહેલાં કરતાં વધુ ખરાબ થઈ. લગ્નના થોડાક જ દિવસો બચ્યા હતા, પરંતુ નંદકુમારની હાલતમાં કોઈ સુધારો થતો ન હતો. ધ્યાનેશે જણાવ્યું કે બંને પરિવારે અા બાબતે મંથન કર્યું અને મારા પિતાની અાખરી ઇચ્છા પૂરી કરવા પહેલ કરી.

અાઈસીયુમાં લગ્ન સંપન્ન કરાવવાને લઈને હોસ્પિટલ પ્રશાસન પાસે પરવાનગી માગી, જે સ્વીકારવામાં અાવી. હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ધનંજય કેલકર અને અન્ય ડોક્ટરોઅે અાઈસીયુમાં માત્ર બે પરિવારના ખાસ લોકોની હાજરીમાં અા લગ્ન પૂર્ણ કરાયાં. દુલ્હા-દુલહને એકબીજાને વરમાળા પહેરાવી. નંદકુમારના ચરણસ્પર્શ કરી અાશીર્વાદ લીધા. લગ્નના ૧૨ કલાક બાદ નંદકુમાર મૃત્યુ પામ્યા.
http://sambhaavnews.com/

You might also like